BREAKING NEWS

વાવડીમાં આવેલા કારખાનામાં જાણીતી કંપનીના લોગોનો ઉપયોગ કરી પાવડરનું વેચાણ કરાતું હતું

  • December 13, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાવડીમાં આવેલા કારખાનામાં ગ્લોબલ કેમીકલ એન્ડ મીનરલ્સ કંપનીના લોગાની કોપીરાઇટવાળા ટેક્ષચર (પાવડર) નું વેચાણ કરવામાં આવતું હોય વડોદરા સ્થિત કંપનીના અધિકારીએ પોલીસને સાથે રાખી અહીં તપાસ કર્યા બાદ અમીન માર્ગ પર રહેતાં મહિલા કારખાનેદાર વિરુદ્ધ ગુનો દાખલ કરી રૂ.૨.૮૧ લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.


બનાવ અંગે અમદાવાદમાં મધુકુંજ સોસાયટી, જુના રેલ્વે ક્રોસીંગ પાસે, મણીનગરમાં રહેતાં વિશાલસિંહ હિરાસિંહ જાડેજા (ઉ.વ.૪૬) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અલ્પાબેન પ્રકાશ ચાંગેલા (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નં.૬, અમીન માર્ગ) નું નામ આપતાં તાલુકા પોલીસે કોપીરાઇટ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.


વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગ્લોબલ કેમીકલ એન્ડ મીનરલ્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ઓથોરાઇઝ પર્સન તરીકે કામગીરી કરે છે. દરમિયાન માહિતી મળેલ છે કે, વાવડી સર્વે નં.૧૪૯ પ્લોટ નંબ૨-૧૧ કીમીસા સ્ટીલની સામે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયા ખાતે આવેલ તીરૂપતિ બિલ્ડ કેમ દ્રારા રજીસ્ટર્ડ કરાવેલ કોપીરાઇટ (ગ્લોબલ કેમીકલ એન્ડ મીનરલ્સ) નો બિનઅધિકૃત રીતે નામ છાપેલા કલાકૃતીવાળા પ્લાસ્ટીકના બેગમાં ગ્લો બટેલ ટેક્ચર પેઇન્ટ્સ નામ વાળા પ્લાસ્ટીકના રેપરમાં ઉપરોકત ફેકટરી ખાતે બનાવવામાં આવતા ટેક્ષચર (પાવડર) નું વેચાણ કરી ગ્લોબલ કેમીકલ એન્ડ મીનરલ્સ કંપનીના કોપીરાઇટ હક્કોના ભંગ કરી ગેરકાયદે રીતે વેપાર ધંધો કરે છે.


જે માહિતીના આધારે તાલુકા પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અજયભાઈ ભુંડીયા, મયુરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ વાવડી સર્વે નંબર -૧૪૯ પ્લોટ નંબર-૧૧ કીમીસા સ્ટીલની સામે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ તીરૂપતિ બિલ્ડ કેમ નામના કારખાનામાં દરોડો પાડી તીરૂપતિ બિલ્ડકેમમાં એક ગ્લોબલ કેમીકલ એન્ડ મીનરલ્સ કંપનીના આર્ટીકલ વર્ક જેવું આબેહુબ જેવા પૈકીંગ કરેલ પ્લાસ્ટીકની બેગ વજન ૨૫ કિ.ગ્રા. વાળી જોવા મળી હતી.

આ કારખાનામાં અંદર બાજુએ આવેલ ઓફીસમાંથી એક વ્યક્તિ મળી આવેલ જેનું નામ પૂછતા પોતાનું નામ પ્રકાશ ઈશ્વર ચાંગેલા (ઉ.વ.૫૩) હોવાનુ જણાવેલ અને કારખાનાના માલીક વિશે પૂછતાં પોતાના પત્નિ અલ્પાબેન ચાંગેલા માલીક હોવાનું જણાવેલ હતું. કંપનીના કોપીરાઇટ રજીસ્ટ્રેશન અંગે પુછતા હાલ નહિ હોવાનુ જણાવેલ તેમજ ત્યાં પડેલ પ્લાસ્ટીકના બાચકા ઉપર જોતા ગ્લોબલ ટેકસચર પેઇન્ટ એસટીરર એન્ડ ઇન્ટીરીયર કંપનીના પેકીંગ બેગને મળતુ હતું.


જેથી આર્ટીસ્ટીક વર્કને લગત આબેહુબ કલાકૃતી કરી પોતાના ગ્લોબટેક્ષ ઇન્ટિરિયરના નામે પ્લાસ્ટીકની કોથળીઓ ઉપર છાપેલ મળી આવી હતી. અહીંથી રૂ.૨.૮૧ લાખનો મુદામાલ કબ્જે કરી ફેક્ટરીના માલીક અલ્પાબેન ચાંગેલા વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application