BREAKING NEWS

જામનગર :હાપા યાર્ડમાં જીરૂનો ભાવ ટોપ પર ૨૫૦૦ થી ૩૫૧૦ બોલાયા

  • October 08, 2025 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાપા માર્કેટીંગ યાર્ડમાં નોરતાના તહેવારો બાદ ક્રમશ: આવકમાં વધારો જોવા મળી રહયો છે મંગળવારે ૨૦૭૨૨ મણ આવક કુલ જણસની નોંધાઇ હતી જે પૈકી સૌથી વધુ મગફળીની ૩૫૮૮ મણ આવક થવા પામી છે.
​​​​​​​

હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૪૦૦ થી ૭૪૦, બાજરી ૩૧૫ થી ૩૮૦, ઘઉં ૪૯૩ થી ૫૪૫, અળદ ૧૦૦૦ થી ૧૩૭૦, ચોળી ૯૬૫ થી ૧૨૮૦, ચણા ૯૫૦ થી ૧૦૯૬, ચણા સફેદ ૧૧૦૦ થી ૧૯૦૦, મગફળી જીણી ૧૦૦૦ થી ૧૧૫૦, મગફળી જાડી ૭૦૦ થી ૧૦૦૦, એરન્ડા ૧૧૫૦ થી ૧૨૩૪, તલી ૧૫૦૦ થી ૧૯૪૫, લસણ ૪૫૦ થી ૮૫૦, કપાસ ૯૦૦ થી ૧૪૨૫, જી‚ ૨૫૦૦ થી ૩૫૧૦, અજમો ૮૦૦ થી ૨૭૯૦, અજમાની ભૂસી ૧૦૦ થી ૧૬૨૦, ધાણા ૧૧૧૫ થી ૧૫૧૫,  સોયાબીન ૭૦૦ થી ૭૮૦, વટાણા ૮૫૦ થી ૧૬૪૦, રાજમા ૧૦૦૦ થી ૧૪૦૦ સુધીના ભાવ બોલાયા હતા મંગળવાર કુલ જણસ ૨૦૭૨૨ મણ ગુણી ૮૩૭૪ જે ૫૦૪ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જી‚ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે તલી રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application