હાપા માર્કેટીંગ યાર્ડમાં નવરાત્રી અને દશેરાના તહેવારો પુર્ણ થતા જણસની આવકમાં વધારો જોવા મળ્યો છે સોમવારે ખુલતી બજારે ૧૯૯૪૯ મણ જણસીની આવક નોંધાય છે જેમાં સૌથી વધુ ભાવ જીના ૨૫૦૦ થી ૩૫૧૦ બોલાયા હતા જયારે સૌથી ઓછો ભાવ સુકી ડુંગળીના ૫૦ થી ૩૦૦ સુધીના બોલાયા હતા.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૬૫૫ થી ૭૭૫, બાજરી ૨૯૦ થી ૪૭૫, ઘઉં ૪૮૩ થી ૫૩૪, મગ ૧૩૫૦ થી ૧૪૮૫, અળદ ૧૦૦૦ થી ૧૩૭૦, તુવેર ૧૨૦૦ થી ૧૨૫૫, ચોળી ૩૦૦ થી ૭૪૦, વાલ ૫૦૦ થી ૭૪૦, મેથી ૯૦૦ થી ૯૭૬, ચણા ૯૦૦ થી ૧૦૯૦, ચણા સફેદ ૧૧૦૦ થી ૧૬૨૦,મગફળી જીણી ૧૦૦૦ થી ૧૧૨૫, મગફળી જાડી ૭૦૦ થી ૯૩૦,એરન્ડા ૧૨૦૦ થી ૧૨૩૦, તલી ૭૫૦ થી ૧૯૦૫, રાયડો ૧૦૦૦ થી ૧૨૨૧, લસણ ૪૦૦ થી ૭૩૦, કપાસ ૯૦૦ થી ૧૫૦૦, અજમો ૧૦૦૦ થી ૨૧૧૦, અજમાની ભૂસી ૧૦૦ થી ૧૭૦૦, ધાણા ૧૦૦૦ થી ૧૪૧૫, ધાણી ૧૧૦૦ થી ૧૪૨૦, ડુંગળી સુકી ૫૦ થી ૩૦૦, સોયાબીન ૫૦૦ થી ૭૮૦, વટાણા ૫૦૦ થી ૭૦૦, રાજમા ૧૦૦૦ થી ૧૩૫૦ સુધીના ભાવ બોલાયા હતા સોમવારે કુલ જણસ ૧૯૯૪૯ મણ ગુણી ૮૩૧૭ જે ૫૪૨ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે તલી રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.