લૂંટારૂઓ 5 વાગ્યાથી રિફાઇનરી નજીક જ ઘાત લગાવી બેઠા હતા, રાજકોટ લૂંટ વીથ મર્ડરની ઘટનામાં નવી અપડેટ
લૂંટારૂઓ 5 વાગ્યાથી રિફાઇનરી નજીક જ ઘાત લગાવી બેઠા હતા, રાજકોટ લૂંટ વીથ મર્ડરની ઘટનામાં નવી અપડેટ
October 15, 2026 12:10 PM
રાજકોટ શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાં તન્વી ગોલ્ડના મેનેજર પર ફાયરિંગ કરી તેમની હત્યા કરી રૂ.૧.૫૩ કરોડના સોના- ચાંદીના લૂંટનો ચકચારી બનાવ બન્યો છે. બનાવ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કારમાં આવેલા લૂંટારૂઓ પાંચ વાગ્યાથી રિફાઇનરી નજીક ઘાત લગાવીને બેઠા હતાં. રાત્રીના આઠેક વાગ્યે લાલજીભાઇ જેવો થેલો લઇને નીકળતા તેમને આંતરી થેલો આંચકવાની કોશિશ કરી હતી. લાલજીભાઇએ પ્રતિકાર કરતા ફાયરિંગ કરી લૂંટની બનાવને અંજામ આપ્યો હતો.
લૂંટારૂઓને સચોટ ટીપ મળી હોવાની શંકા
લૂંટ વીથ મર્ડરની આ ઘટનામાં લૂંટારૂ ટોળકીએ રિફાઇનરીમાંથી બહાર આવતા જ લાલજીભાઇ સરધારાને આંતરી તેમનો થેલો આંચકવાનો પ્રયાસ કર્યો હતો. તે સમગ્ર ઘટનાક્રમ પરથી એવો અંદાજ લગાવી શકાય છે. લૂંટની આ ચકચારી ઘટનામાં લૂંટારૂઓને સચોટ ટીપ મળી હોય શકે. જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા તન્વી એકસપોર્ટના કારાખાના અને રિફાઇનરીમાં કામ કરનાર પરપ્રાંતીયો સહિતના કર્મચારીઓની સઘન પુછતાછ કરવામાં આવી રહી છે.