એઆઈ જે ગતિએ આગળ વધી રહ્યું છે તે પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ શું તમે કયારેય કલ્પના કરી છે કે એઆઈ હૃદયની સર્જરી કરી શકે છે? ખરેખર, આ ચીનમાં બન્યું છે, યાં ડોકટરોએ એઆઈ સંચાલિત અને અલ્ટ્રાસાઉન્ડ–માર્ગદર્શિત રોબોટનો ઉપયોગ કરીને વિશ્વમાં પ્રથમ વખત ખૂબ જ જટિલ હૃદયની સર્જરી સફળતાપૂર્વક કરી છે. જેમાં એઆઈએ છાતી ચીર્યા વિના જ દર્દીના હૃદયમાં રહેલું કાણું બૂયુ હતું. વિશ્વમાં પહેલીવાર ચીનમાં એઆઈ દ્રારા કરવામાં આવેલી હૃદયની સર્જરી સફળ બની છે.
આ સર્જરીમાં, રોબોટિક સિસ્ટમે ૪૮ વર્ષીય દર્દીના હૃદયમાં એક જન્મજાત છિદ્રને સર્જિકલ ચીરા વિના સંપૂર્ણપણે બધં કરી દીધું હતું. રોબોટિક હાથ, એઆઈની બુદ્ધિમત્તા અને ચોક્કસ નેવિગેશન સાથે, આ પ્રક્રિયામાં ખૂબ મદદ કરી હતી.
અહેવાલો અનુસાર, આ ઐતિહાસિક સર્જરી ચીની પીએલએ જનરલ હોસ્પિટલના છઠ્ઠા મેડિકલ સેન્ટરમાં કરવામાં આવી હતી. હોસ્પિટલના કાર્ડિયોલોજીના વરિ વિભાગના નિષ્ણાતોએ આ પ્રક્રિયા કરી હતી.ડોકટરોએ તેમના સત્તાવાર વીચેટ હેન્ડલ પર તેને એક સીમાચિ઼પ જાહેર કયુ હતું. આ સર્જરીમાં દર્દીની છાતી ખોલ્યા વિના નસ દ્રારા હૃદયમાં અત્યતં પાતળું અને લવચીક કેથેટર દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હૃદયના એક ભાગમાં સીલબધં ઉપકરણ દાખલ કરીને છિદ્રને સુરક્ષિત રીતે બધં કરવામાં આવ્યું હતું.આ સર્જરી રોબોટિક હાથનો ઉપયોગ કરીને કરવામાં આવતી સર્જરી કરતા તદ્દન અલગ હતી. રોબોટિક સર્જરીમાં, રોબોટ દર સેકન્ડે રિમોટ કંટ્રોલરનો ઉપયોગ કરીને ડોકટર દ્રારા ચલાવવામાં આવે છે અને રોબોટિક હાથ પોતાની જાતે કોઈ નિર્ણય લઈ શકતો નથી.ચાઇનીઝ સર્જરીમાં, રોબોટ ડીપ લનિગ અલ્ગોરિધમ પર કામ કરતો હતો. રીઅલ–ટાઇમ ઇમેજ રેકિશન સીધી રીતે સર્જિકલ હિલચાલ સાથે જોડાયેલું હતું. આનાથી સિસ્ટમ ફકત ડોકટરની સૂચનાઓનું પાલન કરીને નહીં, પણ સ્વતત્રં રીતે નિર્ણયો લેવાની મંજૂરી મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application