ગુજરાતમાં યોજાયેલી ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. શરૂઆતના ટ્રેન્ડવી જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની પકડ મજબૂત બનાવી હતી, જે સાંજ સુધીમાં _ભવ્ય વિજયમાં પરિવર્તિત થઈ છે.૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ ગણાતી આ ચૂંટણીમાં ભાજપનો અત્યાર સુધીનો સૌવી મોટો વિજય જોવા મળ્યો છે. અહીં નોંધવું જરૂરી છે કે ગુજરાતના શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહે છે અને વધુ મજબૂત બન્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ૯૯૯૨ બેઠક માંથી ૬,૦૦૦ થી વધુ બેઠકોના પરિણામ જાહેર થયા છે જેમાં : ૪૫૦૦થી વધુ બેઠકો ભાજપને ફાળે ગઈ છે કોંગ્રેસના ફાળે ૮૮૨ અને આપના ફાળે ૩૯૫ બેઠક ગઈ હોવાનું બિન સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે બિનહરીફ બેઠકોનો વિક્રમ સર્જાયો છે.