રાજયમાં ખાનગી હોસ્પિટલ્સની આરોગ્ય સેવા કેવી રીતે ચલાવવામાં આવે છે અને માત્રને માત્ર પૈસા માટે જ દર્દીઓને કેવી રીતે મોતના મુખ સુધી ધકેલી દેવામાં આવે છે એ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બન્યાની સરકાર અને રાયનું આરોગ્ય વિભાગ સાક્ષી છે. ખ્યાતિ કાંડ બાદ સરકારની ઐંઘ ઉડી હતી અને આરોગ્ય ક્ષેત્રે સરકારી અથવા તો કોન્ટ્રાકટ કર્મચારીઓની જ મદદથી આટલો મોટો ભંયકર ખેલ ચાલી રહ્યો હતો એ સામે આવતા જ ખુદ સરકાર પણ ચોક્કસ પણે ચોંકી ગઈ છે. આ જોતા અત્યાર સુધી કાગળ પર ચાલતા મેડિકલ એકટના નિયમો અને આરોગ્ય વિભાગના ગાંધીનગરથી ગ્રામ્ય સુધીના અધિકારીઓએ એસી ઓફિસમાં બેસી વિઝિટના નામે ટેસડા જ ફરમાવ્યા હોવાનું આ પરથી ફલિત થઇ રહ્યું છે. હંમેશની માફક માસુમને જીવતા ભૂંજતો સુરતનો તક્ષશિલા આિકાંડ હોઈ, હરણી બોટ કાંડ, મોરબી ઝૂલતો પુલ કાંડ કે પછી રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અિકાંડ અને હવે આરોગ્ય ક્ષેત્રે ખ્યાતિ હોસ્પિટલ કાંડ દરેક મોટી ઘટના–દુર્ઘટના બને પછી પાછળથી જાગતી સરકાર કરન્ટ એકશનમાં આવી નવા નિયમો અને તકેદારીના પગલાં લેવા માટે ઉપરથી નીચે સુધી તાબાના તંત્રને દોડાવવામાં આવે છે. જેના કારણે સામાન્ય લોકોને પણ સરકારી પ્રોસેસમાં હાલાકી ભોગવવી પડે છે.
ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે આશીર્વાદ પ મનાતી વડાપ્રધાનની પીએમજેએવાય (આયુષ્માન ભારત)યોજનામાં કે જેમાં દર્દીઓને ગંભીર રોગની સારવાર માટે .૧૦ લાખની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને તો મળતો રહે પરંતુ મહત્તમ લાભ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડોકટરો જર ઉઠાવે છે. જે ખ્યાતિ કાંડ પૂર્વેની રાજકોટ સહીત સાત જેટલી હોસ્પિટલને આ યોજનામાંથી બ્લેક લિસ્ટ કરવામાં આવી ત્યારે જ રાયના આરોગ્ય વિભાગના ધ્યાને આવી ગયું હતું પરંતુ બ્લેક લિસ્ટ કરી પૈસાની રિકવરી કરી કાર્યવાહી કરી લીધાનો સંતોષ માની લીધા બાદ આગળ જે ફેરફાર થવા જોઈએ જે હવે થઈ રહ્યા છે એ ન થતા માનવ જાતને પણ લજવે એવા ડોકટરો કસાઈ બની દર્દીઓને હલાલ કરી રહ્યા હતા. જે ખ્યાતિ કાંડમાં રીતસર જોવા મળ્યું હતું. આવા ડોકટરો માટે દર્દીઓની જિંદગી બચાવવા કરતાએ ભગવાનના ખૌફને પણ ભૂલી પૈસો મારો પરમેશ્વર માની બેઠા હતા. અને હજુએ રાજકોટ સહીત રાયની હોસ્પિટલોમાં આજ ખિસ્સા કાપની સ્થિતિ છે.
ખ્યાતિ કાંડમાંથી બોધપાઠ લઇને આ સ્થિતિને સુધારવા માટે સરકાર અને રાયનું આરોગ્ય વિભાગ ઐંઘમાંથી જાગ્યું છે અને રાયની સરકારી, પ્રાઇવેટ, ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ, લેબોરેટરી, પ્રસુતિ ગૃહ, કિલનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયોસ્ટિક સેવાઓ, એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓ, કિલનિક–કન્સલ્ટિંગ મ–પોલીકિલનિક ઉપરાંત ૧૫ બેડ થી લઇ ૧૦૦ થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્િટલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ અન્ય ડાયોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને કિલનિક એસ્ટાબ્લિટીસ એકટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત કયુ છે. અને જો રજીસ્ટ્રેશન ન કયુ હોઈ તેની સામે દંડનીય અને કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ આરોગ્ય મંત્રીએ ગાંધીનગર ખાતે મળેલી મિટિંગમાં જણાવ્યું છે. આ માટે ૧૨ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. અને હજુ આગળ પીએમજેએવાય યોજના અંગેની હોસ્પિટાલિટીને લગતી નવી એસઓપી જાહેર કરવામાં આવશે તેમ પણ ઉમેયુ હતું.
હંમેશા ભૂલમાં લાગેલી ઠોકર કંઈકને કંઈક બોધપાઠ આપે જ છે તેની જેમ આરોગ્ય ક્ષેત્રે આટલા મોટા કાંડ પછી રાયનો આરોગ્ય વિભાગ એકશનમાં આવી સેલ્ફ ડિફેન્સની જેમ એક પછી એક પગલાં લઇ રહ્યો છે પરંતુ આ નિયમો અને કાયદાકીય કાર્યવાહી હેલ્મેટના કાયદા જેવી ન થાય એનું પણ એટલું જ ધ્યાન રાખવું જરી છે. કારણ કે, આવતા દિવસોમાં કેબિનેટ વિસ્તરણ થાય અને નિયમો અને તેની અમલવારીનું પણ બાળ મરણ ન થઇ જાય એની પૂરતી કાળજી રાખવી જરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech