આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જેતપુરના પીઠડીયા ટોલપ્લાઝાએ ત્રણ દિવસ પૂર્વે રબારીકાના કુખ્યાત શખ્સના ફાસ્ટેગમાંથી પૈસા કપાતા પોતાના પૈસા કેમ કપાયા તેમ કહી ટોલ બારીએ બેસતા ટોલ કલેકટરનું ગળું દબાવી મોઢા પર તમાચા મારતા પોલીસે આરોપી શખ્સ વિદ્ધ જાનથી મારી નાખવાની કોશિષનો ગુન્હો નોંધી ટોલ પ્લાઝાએ લઈ જઈ તેની શાન ઠેકાણે લાવી હતી.પીઠડીયા ટોલ પ્લાઝાએ ત્રણ દિવસ પૂર્વે શનિવારના રોજ પીઠડીયા ટોલ પ્લાઝાએ ટોલ કલેકટનું કામ કરતા ભાવેશભાઈ પરમાર એક નંબરની બારી પર બેસેલ હતા ત્યારે સિસ્ટમ મુજબ જીજે ૮ બીએસ ૦૦૫૪ નામનો સ્કોર્પિયો આવતા ટોલ પ્લાઝાના સ્કેનર દ્રારા ગાડીના રજિસ્ટ્રેશન નંબર પરથી ફાસ્ટેગ સ્કેન કરી પૈસા કપાઈ જતા બુમ બેરીયર ઉંચુ કયુ હતું. ત્યારે તે સ્કોર્પિયો ગાડીમાંથી એક શખ્સ નીચે ઉતરી ટોલ બારીએ આવીને અંદર બેસેલ ભાવેશભાઈને મારા પૈસા કેમ કપાયા તું મને ઓળખશ ? હત્પં રબારીકાનો વિપુલ કાઠી દરબાર તેમ કહી ભૂંડી ગાળો કાઢી ઉશ્કેરાઈ મારી નાખવાના ઇરાદે ગળું દબાવી દેતા ભાવેશભાઈનો શ્વાસ ંધાવા લાગતા ટોલના સુપર વાઇઝર શૈલેષ રાઠોડ આવીને તેને મુકત કરાવ્યો હતો તેમ છતાં વિપુલે થપ્પડ મારી કેવા છો ? ભાવેશે પોતે અનુસૂચિત જાતિનો હોવાનું જણાવતા જાતિ પ્રત્યે અપમાનિત થાય તેવા શબ્દો બોલી ત્યાંથી ચાલ્યો ગયો હતી.જેથી ભાવેશભાઈએ ૧૧૨ જનસંપર્કને કોલ કરી બોલાવી તમામ હકકિત જણાવી ગતરોજ વીરપુર પોલીસ સ્ટેશનમાં વિપુલ કાઠી વિદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે મારી નાખવાની કોશિષ, જાતિ પ્રત્યે અપમાન કરી ભૂંડી ગાળો કાઢવાની ફરીયાદ નોંધાવી હતી.ફરીયાદ બાદ એલસીબીએ આરોપી વિપુલ કાઠીની ધરપકડ કરી બનાવનું રીકન્સ્ટ્રકશન કરવા પીઠડીયા ટોલ પ્લાઝાએ લાવી ટોલ બારીએ ટોલ કલેકટરની માફી મંગાવી હતી અને તેમના ગામે અસામાજીક તત્વનો ભય દૂર કરવા રબારીકા ગામે પણ લઈ જવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
Breaking: રાજકોટના લોકમેળાના ઉદ્ધાટનમાં જીતુ વાઘાણી નહીં આવે, કેબનિટની બેઠકને કારણે ઉપસ્થિત નહીં રહી શકે
રાજકોટમાં ચૌધરી સ્કૂલ મેદાનમાં મટકીફોડ સ્પર્ધા સાથે ધમાલ રાસ યોજાશે: નવું આકર્ષણ ઉમેરાયું
નેપાળ જેવો જળપ્રલય ભારતમાં પણ આવી શકે: હિમાલયના 12 ગ્લેશિયર ખતરનાક સ્થિતિમાં
પર્યુષણ નિમિતે રાજકોટમાં તા.૮થી ૧૬ સપ્ટે. કતલખાના બંધ રાખવા મનપાનું જાહેરનામું
OBC ક્રીમી લેયર પર કેન્દ્રને ઝટકો; સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech