શહેરમાં રામાપીર ચોકડીથી રૈયાધાર સુધીના વિસ્તારની ૨૪ દુકાનમાં ફૂડ ચેકિંગ કરાયું હતું જેમાં છ દુકાનો પાસે લાયસન્સ ન્હોતું તેને નોટિસ અપાઇ હતી, જ્યારે લાતી પ્લોટ વિસ્તારમાંથી ફૂટ બેવરેજિસના સેમ્પલ લેવાયા હતા.
વિશેષમાં મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, રામાપીર ચોકથી રૈયાધાર સુધીના વિસ્તારમાં કુલ ૨૪ દુકાનોમાં ફૂડ ચેકિંગ કરાયું હતું જેમાં (૧) ન્યુ દર્શન ચાઇનીઝ પંજાબી (૨)ક્રિષ્ના જનરલ સ્ટોર (૩) સંતોષી બેકરી (૪) શ્રી અમૃત ડેરી ફાર્મ (૫) મધુરમ મેડીસીન (૬) બાલમુકુન્દ પ્રોવિઝન સ્ટોર સહિતની દુકાનો પાસે ફૂડ લાયસન્સ ન હોય આ તમામને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે લક્ષ્મી નાસ્તા, રાજુ દાળ પકવાન, શ્રીજી વડાપાઉં, દેવજીવન હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ, દેવજીવન ટી હોટલ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ, નિમાવત મેડિકલ, મોહીના ટ્રેડર્સ, ક્રિષ્ના અમુલ પાર્લર, દેવસ્ય ફાર્મ, દર્શન જનરલ સ્ટોર, સાધુ મેડિકલ, કોઠારી માર્ટ એલએલપી, શિવમ માર્ટ, રઘુવીર જનરલ સ્ટોર, જય જલારામ જનરલ સ્ટોર,જય દ્વારકાધીશ મેડિકલની ચકાસણી કરવામાં આવી હતી.
આટલા બેવરેજિસના સેમ્પલ લેવાયા
(૧) સ્લાઇસ રેડી ટુ સર્વ ફ્રૂટ બેવેરીજીસ ૬૦૦ એમએલ પેકનું સેમ્પલ, સ્થળ- હેતલ એન્ટરપ્રાઇઝ, ૧૪-લાતી પ્લોટ, રેઇનબો સોસાયટી, કુવાડવા રોડ
(૨) ટ્રોપીકેન ફ્રૂટ્સ મિક્સ ફ્રૂટ મેજિક ૫૦૦ એમએલ પેકિંગ સ્થળ- હેતલ એન્ટરપ્રાઇઝ, ૧૪-લાતી પ્લોટ, રેઇનબો સોસાયટી, કુવાડવા રોડ
(૩) ટ્રોપીકેન ગોવા ડીલાઇટ ૫૦૦ એમએલ પેક, સ્થળ- હેતલ એન્ટરપ્રાઇઝ, ૧૪-લાતી પ્લોટ, રેઇનબો સોસાયટી, કુવાડવા રોડ
(૪) ઓ.આર.એસ.એલ. ઇલેક્ટ્રોલાઇટ ડ્રીંક એપલ ૨૦૦ એમએલ ટેટ્રા પેક, સ્થળ- આર. જે.સેલ્સ એજન્સી, લાતી પ્લોટ, શેરી નં.10, કબીર ચોક, પ્રતિક ઇન્ડ.પાસે
(૫) ઓ.આર.એસ.એલ. એડવાન્ઝ કેર ઇલેક્ટ્રોલાઇટ ડ્રીંક, પ્લસ એક્ટિવ ૨૦૦ એમએલ ટેટ્રા પેક, સ્થળ - આર.જે.સેલ્સ એજન્સી, લાતી પ્લોટ, શેરી નં.૧૦, કબીર ચોક, પ્રતિક ઇન્ડ.પાસે