બપોરના સમયે જ બધં મકાનને નિશાન બનાવતો તસ્કર ઝડપાયો

  • April 25, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ભારતનગર સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે બધં મકાનને નિશાન બનાવી રોકડ પિયા ૬૦,૦૦૦ અને દાગીના અને મોબાઈલ સહિત પિયા ૭૫,૦૦૦ ની મત્તા ચોરી થયાનો બનાવ બન્યો છે.આ ચોરીનો ભેદ થોરાળા પોલીસે ઉકેલી નાખી જડેશ્ર્વર સોસાયટીમાં રહેતા શખસને ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી ૮૦,૫૦૦ નો મુદામાલ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.

ભારતનગર સોસાયટી શેરી નંબર ૪ માં રહેતા હીનાબેન ઉત્તમભાઈ પટેલ (ઉ.વ ૩૫) દ્રારા થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૧૫૪૨૦૨૪ ના તેઓ પોતાના નિત્યક્રમ મુજબ માડા ડુંગર પાસે કારખાને કામે ગયા હતા.દરમિયાન તેમના બધં મકાનને નિશાન બનાવી તસ્કરો અહીં કબાટમાં રાખેલ રોકડ પિયા ૬૦,૦૦૦ તથા કબાટના ખાનામાં રાખેલ ચાંદીના સાંકડાની જોડી અને ઘરમાં મુકેલ મોબાઈલ ફોન સહિત ૭૫,૦૦૦ ની મત્તા ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી હતી.
ચોરીની આ ઘટનાને લઇ થોરળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.જી. વાઘેલાની રાહબરી હેઠળ પી.એસ.આઇ જે.એમ.પરમાર, એમ.એસ. મહેશ્વરી તથા ટીમે તપાસ હાથ ધરી હતી.દરમિયાન હેડ કોન્સ.જયદિપસિંહ જાડેજા, હસમુખભાઇ નિનામાને મળેલી બાતમીના આધારે અમુલ સર્કલ પાસેથી ૮૦ ફટ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.પોલીસે આ શખસની પુછતાછ કરતા તેનું નામ રાજકુમાર પ્રદીપભાઇ શાહ (ઉ.વ ૨૪ રહે. જડેશ્વર સોસાયટી શેરી નંબર ૨, વેલનાથપરા પાસે) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની સઘન પૂછતાછ કરતા તેણે આ ચોરીની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી .૧૦,૦૦૦ નો મોબાઈલ, ચાંદીના સાંકાડાની જોડી, રોકડ પિયા ૫૦,૦૦૦ સહિત .૬૫,૦૦૦ નો મુદામાલ ઉપરાંત બે શંકાસ્પદ મોબાઈલ કિંમત પિયા ૨૦,૦૦૦ સહિતનો માલ કબજે કર્યેા હતો. આરોપી સામે અગાઉ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ચોરીના બે ગુના નોંધાઈ ચૂકયા છે. આરોપી બપોરના સમયે બધં મકાનના તાળા તોડી ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application