BREAKING NEWS

8000ની ઊંચાઈથી આકાશગંગાના જવાનોએ ચાલુ વિમાનમાંથી જમ્પ કરતા હજારો લોકોની આંખો પહોળી થઈ ગઈ, જુઓ એર-શોની દિલધડક તસવીરો

  • December 07, 2025 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના અટલ સરોવર ખાતે આજે ભવ્ય એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય વાયુસેનાના જવાનોએ શૌર્ય અને સાહસનો પરચમ લહેરાવ્યો હતો. ખાસ કરીને આકાશગંગાના જવાનોએ 8 હજાર ફૂટની ઊંચાઈએથી પેરા જમ્પિંગ કરતા હજારો લોકોની આંખો પહોળી થઈ હતી. તેમજ સૂર્ય કિરણ ટીમે દિલધડક સ્ટંટ કરી શૌર્ય અને સાહસનો પરચમ લહેરાવ્યો હતો.


આખા સ્માર્ટ સિટીમાં એર-શો નિહાળવા વહેલી સવારથી લોકો ઉમટી પડ્યા હતા. હજારો લોકો સ્માર્ટ સિટીમાં ઉમટ્યા હોવાનો અંદાજ છે. હાલ ચારેબાજુ દેશભક્તિનાં ગીતો ગુંજી રહ્યાં છે.
સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો રાજકોટના આકાશમાં ફરી વળ્યા હતા અને પાઇલટ્સ દ્વારા 40 મિનિટ સુધી દિલધડક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. દર્શકો વિમાનોના સિગ્નેચર ફોર્મેટ સ્ટંટ્સ જેમ કે, હાયમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ અને ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ જેવા અદ્ભુત સ્ટંટ્સ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 


આજના મુખ્ય કાર્યક્રમમાં એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં C-295 એરક્રાફ્ટ ફ્લાયપાસ થયું હતું અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દ્વારા આકાશમાંથી જમ્પ કરી પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. જમ્પ કરતા જવાનોને હેલિકોપ્ટર MI-17V5 દ્વારા વિંગસિંગ ઓપરેશન કરીને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કર્યું હતું અને અંતે આકાશમાં ભવ્ય સૂર્યકિરણ એર-શોએ જમાવટ પાડી દીધી હતી. આ વિશાળ કાર્યક્રમો રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જી હતી.


બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ મુખ્ય આકર્ષણો

મુખ્ય કાર્યક્રમની વિશેષતાઓમાં ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ 'Suryakiran Aerobatic Team' આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાયલોટ્સની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જ્યું હતું. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઇ-સ્પીડ પાસેસ એ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણોમાં રહ્યા હતા. આ ઉપરાંત, પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મિલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકના મુખ્ય વિભાગો રજૂ કરવામાં આવ્યા હતા.










લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application