ષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા: ચેપ્ટર ૧' તેના પહેલા દિવસથી જ બોકસ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મની કમાણીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી. દેશભરમાં ફિલ્મની કમાણી ૫૦૦ કરોડની નજીક પહોંચી રહી હોય તેવું લાગે છે. તેણે વિશ્વભરમાં પણ બમ્પર કલેકશન કયુ છે, વિદેશમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યેા છે. આ ફિલ્મ સાથે રિલીઝ થયેલી વણ ધવન અને જા઼વી કપૂરની 'સની સંસ્કારી કી તુલસી કુમારી'એ પણ તેનું બજેટ રિકવર કયુ છે.
''કાંતારા: ચેપ્ટર ૧'', જે શેટ્ટીની ૨૦૨૨ ની સુપરહિટ કન્નડ ફિલ્મ ''કાંતારા'' ની પ્રિકવલ છે, આ મહિને ૨ ઓકટોબરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત, આ કન્નડ ફિલ્મને તેની મજબૂત વાર્તા, ઉત્તમ અભિનય અને શાનદાર દ્રશયોને કારણે દર્શકો અને વિવેચકો બંને તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળી હતી. અહેવાલ મુજબ, ''કાંતારા: ચેપ્ટર ૧'' એ શુક્રવારે ૮.૫૦ કરોડની કમાણી કરી. એકંદરે, ફિલ્મે અત્યાર સુધીમાં સ્થાનિક બોકસ ઓફિસ પર ૪૯૩.૭૫ કરોડની કમાણી કરી છે. વિશ્વવ્યાપી કલેકશન પર નજર કરીએ તો, તેણે ૧૫ દિવસમાં ૬૮૧.૦૦ કરોડની કમાણી કરી છે. ૧૬ દિવસમાં તે લગભગ ૬૯૧ કરોડ સુધી પહોંચવાની ધારણા છે.'કાંતારાની કમાણી 'એનિમલ' થી માત્ર થોડા કરોડ પાછળ છે, જે ભારતમાં ૮મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. 'એનિમલ' એ દેશભરમાં ૫૦૨.૯૮ કરોડની કમાણી કરી છે, યારે 'કાંતારા ચેપ્ટર ૧' ૪૯૩.૭૫ કરોડની નજીક છે.
આ ફિલ્મમાં શેટ્ટી, સમી ગૌડા, ગુલશન દેવૈયા, કિમણી વસંત, જયરામ, પી.ડી. સતીશ ચદ્રં અને પ્રકાશ થુમ્મીનાદ મુખ્ય ભૂમિકાઓમાં છે. શેટ્ટીએ ફિલ્મ લખી અને દિગ્દર્શન પણ કયુ. વિજય કિરાગંડુરે તેનું નિર્માણ હોમ્બલે ફિલ્મ્સ હેઠળ કયુ. અરવિંદ એસ. કશ્યપે સિનેમેટોગ્રાફી સંભાળી હતી, યારે બી. અજનીશ લોકનાથે સંગીત આપ્યું હતું.
બીજી તરફ શશાંક ખેતાન દ્રારા દિગ્દર્શિત અને વણ ધવન, જા઼વી કપૂર, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ અભિનીત ''સની સંસ્કાર કી તુલસી કુમારી'' ની વાત કરીએ, તો ''કાંતારા ચેપ્ટર ૧'' ને કારણે તેને મોટું નુકસાન થયું છે. જો આ ફિલ્મ ન હોત, તો વણ ધવન અને જા઼વી કપૂર અભિનીત આ મસાલા ફિલ્મ ઘણી વધુ સફળ થઈ હોત.આ ફિલ્મે શુક્રવારે ૧૬મા દિવસે ૧.૦૦ કરોડની કમાણી કરી. એકંદરે, ફિલ્મ વિશ્વભરમાં ૫૬.૧૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. વિશ્વભરમાં, ફિલ્મે ૧૫ દિવસમાં ૮૬.૨૫ કરોડની કમાણી કરી છે. એવી અપેક્ષા છે કે તે ૧૬ દિવસમાં ૮૮ કરોડની આસપાસ પહોંચી જશે