રાજકોટ શહેરમાં મહાપાલિકાના પાંચ સ્વિમિંગ પૂલ કાર્યરત છે જેમાં રજિસ્ટર્ડ સ્વિમર્સની કુલ સંખ્યા ૧૫,૧૭૨ છે અને સામાન્ય દિવસોમાં સ્વિમિંગ પુલ ખાતે સ્વિમર્સ ઉમટતા હોય છે પરંતુ હાલ તમામ સ્વિમિંગ પુલમાં સ્વિમર્સની સંખ્યામાં ૯૦ ટકા ઘટાડો નોંધાયો છે. હાલમાં કુલ મેમ્બર્સના ફ્ક્ત ૧૦ ટકા સ્વિમર્સ આવી રહ્યા છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સ્વિમિંગ પૂલ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કડકડતી ઠંડીના કારણે મોર્નિંગ બેચમાં તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા સ્વિમર્સ માંડ આવે છે, જ્યારે ઇવનિંગ બેચમાં કુલ મેમ્બર્સના ૧૦ ટકા મેમ્બર્સ નિયમિત હાજરી આપે છે. ડિસેમ્બર અને જાન્યુઆરી બે મહિના આવી સ્થિતિ રહેશે ત્યારબાદ ફેબ્રુઆરીથી ફરી સંખ્યા વધશે અને માર્ચ મહિનામાં ઉનાળુ સત્રના પ્રારંભે તો મેમ્બરશિપના નવા રજિસ્ટ્રેશન બંધ કરવા પડે તેવી સ્થિતિ થશે.
મનપાના સ્વિમિંગ પુલમાં કુલ મેમ્બર્સ
૧.રેસકોર્સ સ્વિમિંગ પૂલ ૩૧૨૦
૨.કોઠારીયા રોડ સ્વિમિંગ પૂલ ૩૮૯૭
૩.કાલાવડ રોડ સ્વિમિંગ પૂલ ૪૯૯૭
૪.સાધુ વાસવાણી માર્ગ સ્વિમિંગ પૂલ ૧૦૮૮
૫.પેડક રોડ સ્વિમિંગ પૂલ ૨૦૭૦
તમામ પુલના કુલ મેમ્બર્સની સંખ્યા ૧૫,૧૭૨