BREAKING NEWS

રાજકોટમાં ભારત-ન્યૂઝિલેન્ડની મેચ જોવા આવનારા ધ્યાન આપે.... સુરક્ષા અને પાર્કિંગ માટે ખાસ એક્શન પ્લાન, આ વસ્તુઓ સાથે ન લાવતા

  • January 13, 2026 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી વન-ડે મેચને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. પ્રેક્ષકોની સુવિધા અને સુરક્ષા માટે લેવાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 


ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા

મેચ જોવા આવતા ક્રિકેટ પ્રેમીઓ માટે પંચાયત દ્વારા પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 7 અલગ-અલગ જગ્યાએ પાર્કિંગ ફાળવવામાં આવ્યા છે, જેમાં 5 હજાર ફોર વ્હીલર અને 5 હજાર ટુ વ્હીલર પાર્ક કરી શકાશે. નોંધનીય છે કે પાર્કિંગ માટે આંશિક ચાર્જ ચૂકવવો પડશે. 


વાહનચાલકોએ શિવ શક્તિ હોટેલથી યુ-ટર્ન લઈને સ્ટેડિયમમાં પ્રવેશવાનું રહેશે. રાજકોટથી પડધરી સુધીના રસ્તા પર વાહન પાર્ક કરવા પર સખત મનાઈ છે; જો કોઈ વાહન રસ્તા પર હશે તો તેને ટોઈંગ વાન દ્વારા ઉપાડી લેવામાં આવશે.


ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 3 ASP, 4 DySP અને 1400 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત 700 પોલીસકર્મી, 400 TRB જવાન અને 100 બોડી વોર્ન કેમેરાથી સજ્જ ટીમ નજર રાખશે. સ્ટેડિયમ વિસ્તારમાં 'નો ડ્રોન' જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એક ખાસ કંટ્રોલરૂમ તેમજ પોલીસ સહાયતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.


પ્રેક્ષકો માટે સૂચના

સ્ટેડિયમમાં મેચના 3 કલાક અગાઉ એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે

જ્વલંતશીલ પદાર્થો સાથે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ 

ભારે વાહનોની અવરજવર પર પણ રોક લગાવવામાં આવી 

ટિકિટની કાળાબજારી રોકવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ છે અને કડક કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News