BREAKING NEWS

વોંકળા ઉપર નિર્માણ થનાર મ્યુનિ.પ્રોજેક્ટના સર્વેમાં ગયેલી ટીમને થાળી વગાડીને ભગાડી

  • August 11, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૪માં કોઠારિયા કોલોની અને વાણિયાવાડી વચ્ચેના વોંકળામાં ફાયર બ્રિગેડ સ્ટેશન અને મ્યુનિ.કોમ્યુનિટી હોલના પ્રોજેક્ટ મામલે લોકવિરોધ ઉઠવા પામ્યો છે. ખાસ કરીને જે વોંકળા ઉપર ૭૫ ઘેઘૂર વૃક્ષ છે ત્યાં બે માળનું બાંધકામ કરાશે તો રહેવાસીઓના ઘરમાં વરસાદી પાણી ભરાવાની ભીતિને પગલે રહીશોમાં રોષ ભભૂક્યો છે, દરમિયાન આજે મ્યુનિ.અધિકારીઓ અને ઇજનેરો સાઇટ વિઝિટ માટે જતાં લતાવાસી મહિલાઓએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં પ્રાપ્ત માહિતી અનુસાર, બાંધકામ અને ગાર્ડન વિભાગના અધિકારીઓ આજે વોર્ડ નં.૧૪માં પ્રોજેક્ટ સ્થળે સર્વે માટે જતા કોઠારીયા કોલોનીના મહિલા મંડળ દ્વારા થાળી વગાડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે હવે જે કોઈ અધિકારીઓ આવશે તેઓની સામે ગાંધીગીરી કરી ગુલાબ આપી થાળી વગાડી વૃક્ષ છેદન અને વોકળા ઉપર બાંધકામનો વિરોધ કરાશે.

થાળી વગાડી વિરોધ પ્રદર્શનના ઉપરોક્ત કાર્યક્રમમાં કોઠારિયા કોલોની મહિલા મંડળના મીનાબા ઝાલા, પ્રફુલાબા જાડેજા, જ્યોતિબેન કથરેચા, પારુલબેન ગોહેલ, રસમિતાબેન મહેતા, ભાવનાબેન ચોટલીયા, નીતાબેન ચોટલીયા, દીસાબેન મહેતા, રસમિતાબેન મહેતા, સોનલબેન વાઘેલા, સોનલબેન મોરી, નયનાબેન પરમાર, જયશ્રીબેન વસાણી, ધારાબેન પરમાર સહિતના બહેનો જોડાયા હતા તેમ ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application