દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીએ એક શખ્સની કરી અટકાયત
ખંભાળીયા પો.સ્ટે. એ પાર્ટ બી.એન.એસ. કલમ 303 (2) મુજબનો રોકડ ા. 17000 ની ચોરી થયેલનો ગુનો દાખલ થયેલ હતો.સદર ગુના બાબતે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પોડેય અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડો. હાર્દીક પ્રજાપતી (નાયબ પો.અધિ. ખંભાળીયા વિભાગ) નાઓએ સદર ચોરીના વણશોધાયેલ ગુનો શોધી કાઢવા જરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ કે. કે. ગોહીલ નાઓની રાહબરી હેઠળ પો.ઇ. એ.એલ.બારશીયા અને પી.સ.ઇ. એસ.એસ.ચૌહાણ નાઓ એલ.સી.બી. સ્ટાફના માણસોની ટીમ દ્વારા સ્થળ વિઝીટ કરી ફરિયાદી પક્ષના માણસોથી ગુનાની હકીકતથી વાકેફ થઈ ગુનાની એમ.ઓ. તથા ગુનાનુ સ્થળ તથા સંજોગો જોતા સદર ચોરીના ગુનાને સ્થાનિક કોઇ જાણભેદુ ઇસમ દ્વારા જ અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય આવેલ. જેથી સદર ગુનાનો સત્વરે ભેદ ઉકેલવા સારૂ બનાવ સ્થળના શકદારો તેમજ શંકાસ્પદ ઇસમો ચેક કરવા તથા ટેકનીકલ તેમજ હયુમન સોર્સીસથી ટીમવર્કથી સતત રીતે વર્ક આઉટ કરી રહેલ હતા.
દરમ્યાન એ.એસ.આઇ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, જેસલસીહ જાડેજા અને હેડ કોન્સ. સહદેવસીહ જાડેજા નાઓને સયુંકત રાહે ટીમને હયુમન સોર્સીસથી મળેલ બાતમી હકીકત મુજબ, જીગરભાઇ હરેશભાઇ રાઠોડ, ઉવ-23, રહે. લુહારશાળા, આંગણવાડીની બાજુમાં ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા આ ઇસમ દ્વારા આ ચોરીને અંજામ આપેલ હોવાનું તેમજ તેઓએ ચોરી કરેલ રોકડા રૂપીયાના મુદામાલ સાથે ખંભાળીયા ઢસળીયાપીરની દરગાહ પાસે હાજર હોવાની માહિતી આધારે નીચે જણાવેલ નામવાળાને પકડી પાડી, તેના પાસેથી ચોરી કરેલ ભારતીય બનાવટની 500-500 ના દરની ચલણી નોટો નંગ-34 કુલ કિ.ા. 17,000 ના મુદામાલ મળી આવેલ. નીચે જણાવેલ નામવાળાની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા સદર ચોરીના ગુનાને અંજામ આપેલ, ચોરી કરેલાની કેફીયત આપતા, એ.એસ.આઇ. ડાડુભાઈ વી.જોગલ નાઓએ જીગર રાઠોડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech