ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. તેના કારણે રાજકોટ ડિવિઝન મારફતે પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલન પર આગામી 45 દિવસ સુધી અસર પડશે. તેમાં ભાવનગરથી નીકળતી અનેક ટ્રેનોમાં ફેરફાર થયા છે તે પૈકી રાજકોટ ડિવિઝનમાં પસાર થતી ટ્રેન નંબર 59228/ 59233 ભાવનગર– સુરેન્દ્રનગર– ભાવનગર પેસેન્જર તારીખ 12.12.2025 થી 25.01.2026 સુધી કુલ 45 દિવસ માટે રદ્દ રહેશે.
જ્યારે ટ્રેન નંબર 19210 ઓખા– ભાવનગર એક્સપ્રેસ તારીખ 14. 12. 2025થી 26. 01. 2026 સુધી અઠવાડિયામાં 4 દિવસ દરેક રવિવાર, સોમવાર, બુધવાર અને ગુરુવારે ઓખાને બદલે રાજકોટ સ્ટેશનથી શરૂ થશે. આ રીતે આ ટ્રેન અઠવાડિયામાં 4 દિવસ રાજકોટથી ભાવનગર વચ્ચે ચાલશે અને ઓખા–રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. તેવી જ રીતે વળતા ટ્રેન નંબર 19209 ભાવનગર– ઓખા એક્સપ્રેસ તારીખ 13. 12. 2025થી 25.01.2026 સુધી અઠવાડિયામાં 4 દિવસ દરેક મંગળવાર, બુધવાર, શનિવાર અને રવિવારે ભાવનગરથી ઉપાડીને રાજકોટ સ્ટેશન સુધી જ ચાલશે. આ રીતે આ ટ્રેન અઠવાડિયામાં 4 દિવસ રાજકોટ–ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. બંને ટ્રેનોનું સમય પત્રક રાબેતા મુજબ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application