BREAKING NEWS

દરરોજ ૧૦,૦૦૦ ડગલાં ચાલવાનો ટ્રેન્ડ તમારા ઘૂંટણને વહેલા વૃદ્ધ અથવા ખરાબ કરી શકે છે

  • May 28, 2026 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ સ્માર્ટફોન અને સ્માર્ટવોચમાં સ્ટેપ્સ ગણીને ચાલવાની હોડ જામી છે, પરંતુ તબીબી વિજ્ઞાન અનુસાર આ આંકડો દરેક વ્યક્તિ માટે હિતકારક નથી.
એક મેગેઝિનના અહેવાલ મુજબ, ઘૂંટણના સ્વાસ્થ્ય અને ચાલવાની સાચી રીત 

વૈજ્ઞાનિક સત્ય કે માર્કેટિંગ સ્ટ્રેટેજી?

ઓર્થોપેડિક ડોક્ટરોના મતે, રોજ ૧૦,૦૦૦ ડગલાં ચાલવા પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક કારણ નથી.


સાંધા પર વધારાનો ભાર
વધુ વજન ધરાવતા લોકો અથવા મોટી ઉંમરના લોકો જો અચાનક આટલું ચાલવાનું શરૂ કરે, તો ઘૂંટણના કાર્ટિલેજ (ગાદી) ઘસાવા લાગે છે.
ઘૂંટણ ખરાબ થવાના સંકેતો અને ઓસ્ટિયો આર્થરાઈટિસનું જોખમઓવરયુઝ ઈન્જરી
નબળા ચંપલ-બૂટ પહેરીને કે કડક સપાટી પર લાંબો સમય ચાલવાથી પગમાં ઈજા થઈ શકે છે.​​​​​​​



જોખમી ચિહ્નો
જો ચાલતી વખતે ઘૂંટણમાં સોજો આવે, અસહ્ય દુખાવો થાય કે સાંધામાંથી કટકટ અવાજ આવે, તો ટાર્ગેટ પૂરો કરવાનું તરત જ બંધ કરી દેવું જોઈએ.​​​​​​​



ગંભીર બીમારીનો ભય
ક્ષમતા બહાર જઈને બળજબરીપૂર્વક ચાલવાથી 'ઓસ્ટિયોઆર્થરાઈટિસ' જેવી ગંભીર સમસ્યા કાયમ માટે ઘર કરી શકે છે.



ફિટ રહેવા માટે વૉકિંગની સાચી રીત

સ્ટ્રેન્થ ટ્રેનિંગ જરૂરી
માત્ર ચાલવાને બદલે સ્નાયુઓ મજબૂત કરવા થોડી કસરત (સ્ટ્રેન્થ ટ્રેનિંગ) પણ કરો જેથી ઘૂંટણ પર સીધો લોડ ન આવે.
યોગ્ય સપાટીની પસંદગી
કોંક્રિટના રોડ કે ટ્રેડમિલ પર દોડવા-ચાલવાને બદલે હંમેશા સારા સ્પોર્ટ્સ શૂઝ પહેરીને ઘાસવાળી નરમ સપાટી પર વૉક કરવું વધુ હિતાવહ છે.

જો તમે દિવસ દરમિયાન ૭,૦૦૦ થી ૮,૦૦૦ સ્ટેપ્સ પણ ચાલો છો અને તંદુરસ્ત લાઈફસ્ટાઈલ જીવો છો, તો પણ તમે એકદમ ફિટ રહી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News