રાજકોટમાં આયોજિત આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં ત્રીજા નોરતે રાસ–ગરબાની રમઝટ સાથે નવરાત્રિનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. મા જગદંબાની આરતી બાદ રાસોત્સવનો પ્રારભં થતાં જ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમી ઊઠા હતા. રંગબેરંગી પરિધાનમાં સ ખેલૈયાઓએ વિવિધ પ્રકારના રાસ અને ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર મેદાનમાં નવરાત્રિનો અનોખો માહોલ જામ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ ગ્રાઉન્ડ રાસરસિકોથી છલકાઈ ગયું હતું. પરંપરા, સંગીત, સંસ્કૃતિ અને ઉત્સાહના સંગમ સમાન આ રાસોત્સવમાં ખેલૈયાઓએ પોતાની આગવી શૈલી અને ઉત્સાહથી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.


ત્રીજા નોરતે રાસોત્સવમાં જોવા મળેલો ઉત્સાહ જાણે સમગ્ર મેદાનમાં નવી ઊર્જાનો સંચાર કરી રહ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. આરતી બાદ ગરબાની શઆત થતાં જ ખેલૈયાઓએ તાલ સાથે તાલ મિલાવીને રાસ રમવાનું શ કયુ હતું. પરંપરાગત ગરબાની ધૂનથી લઈને આધુનિક સંગીતના તાલ સુધીના સંગમમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા.


આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવના ત્રીજા નોરતે રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને રાસોત્સવની શોભામાં વધારો કર્યેા હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, પૂર્વ મેયર જૈનમ ઉપાધ્યાય, વોર્ડ નંબર–૧ના કોર્પેારેટર પરેશ ઠાકર, વોર્ડ નંબર–૧૦ના કોર્પેારેટર ઘનશ્યામ હેરભા, શહેર ભાજપના અગ્રણી શૈલેશ ડાંગર, વોર્ડ નંબર–૧૦ના કોર્પેારેટર અશ્વિન ભોરણીયા તથા વોર્ડ નંબર–૯ના પૂર્વ કોર્પેારેટર જીતુ કાટોળીયા પ્રદેશ ભાજપના અગ્રણી ડો. ભરત બોઘરા, વિકાસ પબ્લિસિટીના મહેન્દ્ર મહેતા અને રીશીત મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત આજકાલ પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર–ઇન–ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાએ રાસોત્સવમાં પરિવાર સહીત વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.




તેમની હાજરીથી આયોજકો અને ખેલૈયાઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. તેમણે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરી રાસોત્સવના માહોલને વધુ ઉત્સાહસભર બનાવ્યો હતો. સંગીત, સંચાલન, આયોજન અને વ્યવસ્થાઓના સમન્વયથી ત્રીજા નોરતાનો રાસોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. પરંપરાગત રાસની રમઝટ, ખેલૈયાઓનો ઉમંગ, મહાનુભાવોની ઉપસ્થિતિ અને રજવાડી માહોલે આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવના ત્રીજા નોરતાને યાદગાર બનાવ્યું હતું.

