આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં બીજા નોરતે આધશકિત મા જગદંબાની આરાધના સાથે રાસની રંગત જામી હતી. ગ્રાઉન્ડમાં ખચાખચ ઉમટી પડેલા હજારો ખેલૈયાઓએ રાસ–ગરબાની રમઝટ માણી હતી. ઝળહળતા પરિધાન, લયબદ્ધ સંગીત અને પરંપરાગત તાલ સાથે ખીલેલા ખેલૈયાઓએ તેના પરફોર્મન્સ દ્રારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.બીજા નોરતે આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં અતિથી વિશેષ તરીકે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, ગોપાલ નમકીનના બિપીનભાઈ હદવાણી, અદાણી મસાલાના જીતુભાઈ અદાણી, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ ડો.માધવભાઇ દવે, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઇ દુધાત્રા, શહેર ભાજપ મહામંત્રી લલિતભાઇ વાડોલીયા, શહેર ભાજપ મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, પીઆઇ મેહત્પલ ગોંડલિયા, ડો. વેકરિયા, ડો, અમિત હાપાણી, ડો, બબીતા હાપાણી સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, અધિકારીગણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આજકાલ પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર–ઇન–ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજીગં એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાએ વિશેષ હાજરી આપી ખેલૈયાઓને પ્રેરકબળ પૂંરૂ પાડયું હતું.



પ્રખ્યાત એન્કર ધ્રુવી મહેતાના સંચાલન તથા આર વી બેન્ડના લાઈવ ઓર્કેસ્ટ્રાના કારણે ગરબાનો રગં વધુ ખીલી ઉઠો હતો. ટીટોડો, થ્રી સ્ટેપ, ફોર સ્ટેપ, દોઢીયા, ટીમલી, સનેડો, સિકસ સ્ટેપ, ચોકડી રાસ રમી ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી.
આ ભવ્ય આયોજનમાં ખેલૈયાઓને પારિવારિક માહોલ આપવા માટે પુરતી વ્યવસ્થા કરાઈ હતી. આયોજકો વિશાલ પટેલ, તરગં પાપરા, સંજયસિંહ ઝાલા, મોહિત વઘાસિયા, ગૌરવ પટેલ, હિરેન રોકડ,હિરેન પટેલ, ભાવેશ સોરઠીયા, વિરાજસિંહ ઝાલા, જીતેન જડિયા, ગૌતમ ગૌસ્વામી, જતીન મકવાણા, મયુર પાંભર, પારસ પાનસુરીયા, તુષાર સોરઠીયા, પાર્થ બગડા, નિકુલ પરમાર, ભાવેશ પાદરીયા, રાહત્પલ જાવિયા, જીેશ સરવૈયા, સંજય ગઢવી, રાહત્પલ લીંબાણી, મીત ડોબરીયા, હિમાંશુ મંગલપરા, પરેશ સોલંકી, રાજ પાગડા, હર્ષ ગુના, વિરાજ પટેલ અને રાજ લીંબાસીયા સહિતની આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવના આયોજકોની વિશાળ ટીમ ખડેપગે રહી હતી. આયોજકો દ્રારા તમામ સુવિધાઓ સાથે ખેલૈયાઓને સુવિધાસભર વાતાવરણ પૂ પાડવામાં આવ્યું હતું.
આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓને પારિવારિક માહોલ અને સુવિધાસભર વાતાવરણ મળી રહે તે માટે આયોજકો દ્રારા જરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. કાર્યક્રમને સુચા રીતે પાર પાડવા માટે આયોજકોની વિશાળ ટીમ સતત કાર્યરત રહી હતી. ખેલૈયાઓને નવરાત્રિની ઉજવણી દરમિયાન સારો અનુભવ મળે અને તેઓ રાસ–ગરબાનો આનદં માણી શકે તે માટે આયોજનમાં વિવિધ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.



રાજકોટની ઓળખ હંમેશાં તેની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને નવરાત્રીની ધામધૂમ સાથે જોડાયેલી રહી છે. આજકાલ થનગનાટ રજવાડી રસોત્સવ એ પરંપરાને વધુ ભવ્યતા આપે છે. અહીં લોકો માત્ર મનોરંજન માટે જ નહિ, પરંતુ માતાજીની આરાધના, સંગીતનો આનદં અને સામૂહિક એકતાનો અનુભવ કરવા ઉમટી પડે છે.


અહીં ખેલૈયાઓ માત્ર ગરબા રમવા માટે જ નહીં, પરંતુ પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા, માતાજીની ભકિતમાં જોડાવા અને સામૂહિક એકતાનો અનુભવ કરવા પણ ઉમટી પડા હતા. બીજા નોરતે જામેલી રાસ–ગરબાની રમઝટે નવરાત્રિના ઉત્સાહને વધુ પ્રબળ બનાવ્યો હતો. પરંપરાગત સંસ્કૃતિ, સંગીત, રંગબેરંગી વેશભૂષા અને ખેલૈયાઓના ઉમંગના સંગમથી આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવ રાજકોટના નવરાત્રિ મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

