પોરબંદરની વી.જે.મોઢા કોલેજ ખાતે ઓપરેશન સિંદુર વિષે જાણકારી આપીને સૈનિકોને બિરદાવવામાં આવ્યા હતા.
થોડા દિવસો પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ તણાવભરી પરિસ્થિતિમાં ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા જે બહાદુરી તથા હિંમત દર્શાવવામાં આવી તે માટે સમગ્ર દેશને ગૌરવ છે. કોઈપણ ઋતુ હોય, કોઈપણ તહેવાર હોય, તેઓ હંમેશા દેશની સુરક્ષા માટે ફરજ બજાવે છે અને નિ:સ્વાર્થપણે આપણા રાષ્ટ્રનું રક્ષણ કરી રહ્યા છે. ભારતીય સૈન્યની તાકાત સમગ્ર વિશ્ર્વ અચંબિત થઈ ગયું છે. સમગ્ર રાષ્ટ્ર જ્યારે દેશભક્તિના રંગે રંગાઈ રહ્યું છે ત્યારે શ્રી વી. જે. મોઢા કોલેજ દ્વારા પણ પત્ર વ્યવહારથી સૌ ભારતીય સૈનિકોને નમન અને વંદન માટે આયોજન કરવામાં આવેલ.
પત્રના સંદેશમાં જણાવેલ કે, પ્રિય બહાદુરો, ભારતીય સેના,નૌકાદળ, વાયુસેના,અમે અત્યંત આદર અને કૃતજ્ઞતા સાથે, ઓપરેશન સિંદુર દરમિયાન તમારા અસાધારણ હિંમત અને અવિરત સમર્પણને સલામ કરીએ છીએ. રાષ્ટ્ર પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા એક તેજસ્વી ઉદાહરણ છે, જે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરે છે. તમારા દરેક પગલાં, દરેક મિશન અને દરેક બલિદાનથી રાષ્ટ્રની શક્તિ અને ભાવનામાં વધારો થાય છે. સમગ્ર રાષ્ટ્રને તમારી બહાદુરી પર ગર્વ છે અને તમારા પરાક્રમને બિરદાવે છે. તમારો નિશ્ર્ચય અકબંધ રહે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહે. હંમેશા આપ વિજય અને સન્માન પામતા રહો તેવી શુભેચ્છા.શ્રી વી. જે. મોઢા કોલેજના તમામ સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ આ તકે તેઓની અસાધારણ બહાદુરી માટે તેમજ દેશભક્તિ માટે કોટિ કોટિ વંદનની લાગણી વ્યક્ત કરેલ. સંસ્થાના પ્રમુખ વલ્લભભાઇ મોઢા, ટ્રસ્ટી ડો. રમેશભાઈ મોઢા, નરેન્દ્રસિંહ ગોહિલ, અશોકભાઈ મોઢા, જયસુખભાઇ થાનકી, રવિકુમાર થાનકી, સિધ્ધાર્થભાઈ મોઢા, મયુરરાજસિંહ ગોહિલ, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, ડાયરેક્ટર ડો. વિશાલભાઈ પંડયા તેમજ સર્વે સ્ટાફ મિત્રોએ સૌને વંદન સાથે ભારતીય હોવાનો ગૌરવ વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech