BREAKING NEWS

યુવાન માછીમારી કરવા બોટ માં ગયો હતો ને ૫ દિવસ થી ગુમ થતા પરિવાર ચિંતાતૂર

  • August 31, 2026 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ઊના તાલુકાના કાજરડી ગામના યુવાન દેવશીભાઈ બાબુભાઈ મકવાણા ઉ. વ.૩૫ દીવ સંઘ પ્રદેશ વણાકબારા ના નાનજી ભાઈ પુંજા ભાઈ સોલંકી ની બોટ માં ખલાસી તરીકે જોડાયો હતો ગત તા 19/8/26 ના માછી મારી કરવા નીકળ્યા હતા. ગત તા.27/8/26 ના માઢવાડ થી 11નોટિકલ માઇલ દૂર માછી મારી કરવા બોટ ઊભી રાખી હતી ત્યારે વહેલી સવારે બોટ માં થી દેવસી ભાઈ બાબુભાઈ અકસ્માતે પડી ગયા હતા. ટંડેલ અને અન્ય ખલાસી ઓ શોધ ખોળ કરવા છતાં મળી આવેલ નહીં તેથી દીવ ફિશરીઝ અને પોલીસ માં ગુમ થઈ ગયા ની જાહેરાત કરી હતી. અને કાજરડી ગામે સરપંચ ને જાણ કરતા તેમણે પરિવાર ને જાણ કરી હતી. આજે પાંચ દિવસ થવા છતાં કોઈ ભાળ મળી ન હોય તેમની પત્ની જમના બેન , દીકરી વિશ્વા ઉ. વ. 14, પુત્ર હાર્દિક ઉ. વ. 11, પુત્ર સાહિલ ઉ. વ. 8 પિતાને પરત આવવા ની રાહ જોઈ રહ્યા છે. અને ચિંતા તૂર થઈ ગયા છે. વહેલી તકે દેવસી ભાઈ પરત ઘરે આવે તેવી ઈશ્વર ને પ્રાર્થના કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application