ગોંડલમાં ઘર નજીક વાહન પાર્ક કરવા બાબતે માથાકૂટ થતા યુવાનને છરીના ઘા ઝીંકી દેવાયા હતા. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે મહિલા સહીત ચાર વિરુદ્ધ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
બનાવ અંગે ગોંડલ-ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલ પંપની સામે ગળાધાર વિસ્તારમાં રહેતા અને ડ્રાયવિંગકામ કરનાર 28 વર્ષીય યુવાન ગીજુભાઇ ભનુભાઈ પરમારે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નજીકમાં જ રહેતા રાજ, દેવલો, વિજય અને ગીતાબેનનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગોંડલમા તેના કાકાના ટ્રકનુ ડ્રાઇવિંગ કરે છે. ગઈ તા.૨૧/૧૨/૨૦૨૫ ના રોજ યુવાન ઘરે હતો. ત્યારે મારા મામા કિરણભાઈનો રાત્રે પોણા નવ વાગ્યે ફોન આવ્યો હતો કે, આજે સવારે મેં ગોંડલ-ગુંદાળા રોડ સંતરામ પેટ્રોલ પંપની સામે ગળાધાર વિસ્તાર રામાપીરના મંદિર પાસે મારા ફઈ લાભબેનના ઘર પાસે મારી બોલેરો પીકઅપ ગાડી પાર્ક કરી હતી. જેથી રાજનો મારા ફોનમા ફોન આવ્યો હતો કે, તું ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ખેતલાઆપા હોટલે આવ તને મારવો છે. વધુમાં મામા કિરણભાઇએ મને જણાવેલ કે, હું રાજના મમ્મી પાસે રાજ મને ધમકી ન આપે તે માટે સમજાવટ કરવા તેના ઘરે જઈ રહ્યો છું.
બાદ કિરણભાઈ આશરે રાત્રીના નવ વાગ્યે અમારા ઘરે આવ્યા હતા. યુવાન ઘર બહાર નીળકતા તેના મામા તથા રાજના માતા ગીતાબેન બંન્ને વાતચિત કરતા હતા. જેથી તે પાછો મારા ઘરે જતો રહ્યો હતો. બાદ યુવાન રાજના ઘર પાસે જતા ત્યા રાજ, વિજય તથા દેવલો આવી ગયા હતા અને તેઓ બધા યુવાનના મામાને ગાળો દેવા લાગ્યા હતા. યુવાનના મામાએ ગાળો દેવાની ના પાડતા રાજ, દેવલો તથા વિજય એકદમ ઉશ્કેરાઇ ગયેલ હતા અને મામા સાથે ઝપાઝપી કરવા લાગેલ હતા. દરમિયાન તેવામા ગીતાબેન, વિજય તથા દેવલાએ મારા મામા કિરણભાઈને પકડી રાખેલ હતા અને રાજે પોતાની પાસે રહેલ છરી વડે કિરણભાઇને છરીનો એક ઘા પેટના ઉપરના ભાગે ડાબી બાજુએ મારેલ હતો. છરીનો બીજો ઘા ડાબા હાથની કલાઇની પાછળના ભાગે મારેલ હતો. ત્રીજો ઘા માથા ઉપર ડાબી બાજુએ મારી ગંભીર ઇજા કરેલ હતી. કિરણભાઈને પેટમાથી, હાથમાથી તથા માથામાથી લોહી નિકળતુ હોય જેથી તેમના કપડા લોહી લુહાણ થઈ ગયેલ હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
યુવકે તેમનો બોલેરો પીકઅપ તેના ફઈના ઘરે પાસે પાર્ક કરેલ હોય અને નજીકમાં જ આરોપીઓનું ઘર આવેલ હોય જેથી વાહન પાર્ક કરવા અંગે મહિલા સહીત ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતા આ અંગે ફરિયાદ નોંધાવી છે.