જામનગર રોડ પાસે રહેતી મહિલાએ તેણીને અને તેના દીકરાને પરસાણાનગરમાં રહેતા શખસે લાકડાનો ધોકો બતાવી આજ પછીથી ક્યારેય અહીં દેખાતો નહીં તેવી ધમકી આપી ગાળો ભાંડી નાસી ગયો હોય અંગેની ફરિયાદ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મજબ, લીલાબેન અલ્પેશભાઈ ઘાવરી(ઉ.વ વાલ્મિકી વાડી, શેરી નંબર ૩, જામનગર રોડ)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાંનો આરોપી તરીકે પરસાણાનગરમાં રહેતા વિશાલ ઉર્ફે પીન્ટુ વિઠ્ઠલભાઈ પુરબીયા અને અન્ય અજાણી વ્યક્તિનું નામ આપ્યું છે. મહિલાએ જણાવ્યું હતું કે, ગત તા.૦૯/૧૦ ના રોજ રાતના પોણા બાર વાગ્યે તેનો દીકરો રાહુલ અને દિયરનો દીકરો ઉદિત ઘરની બાજુના ઓટલા પર બેઠા હતા. ત્યારે એકટીવા પર વિશાલ ઉર્ફે પિન્ટુ અને તેની સાથે એક અજાણી વ્યક્તિ આવ્યા હતા અને કહ્યું કે, કેમ તું કોણ છો અને ક્યાં રહે છે. ત્યારે રાહુલે જણાવ્યું કે તે અહીં જ રહુ છું અને પાછળ તેમનું મકાન છે ત્યારે આરોપી વિશાલે કહ્યું કે ક્યારે અહીં દેખાતો નહીં નહિતર ધોકો લઈને મારી તેવી ધમકી આપી ગાળો ભાંડતો હોય તે દરમિયાન વાલ્મિકી વાડીમાં રહેતા કિરીટભાઈ વાઘેલા આવી વિશાલને તેની સાથે ઘરે લઈ ગયા. આ સમગ્ર ઘટના દરમિયાન મહિલા ઘરની બહાર આવતા ત્યારે વિશાલે તેને જોઈએ અને ગાળો ભાંડવા લાગ્યો. કિરીટભાઈ સાથે વાતચીત કર્યા બાદ વિશાલ જતા સમયે રાહુલને ધોકો બતાવી જેમ તેમ બોલી ગાળો ભાંડી ધમકી આપી નાસી ગયો હતો. બાદમાં મહિલાના પુત્રએ પોલીસને જાણ કરી મહિલા અને તેનો દીકરો પોલીસની ગાડીમાં બેસીએ વિશાલ કે જામનગર રોડ પર ગુરુનાનક પાન પાસે ઊભેલો હોય તેને પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા. જ્યાં મહિલાએ વિશાલ ઉર્ફે પિન્ટુ વિરુદ્ધ તેના દીકરા રાહુલના તેના ઘરની બહાર જ જેમતેમ ગાળો ભાંડી, લાકડાનો ધોકો બતાવી ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application