BREAKING NEWS

જામનગર : ઓનલાઇન ટ્રેડીંગમાં પ્રોફીટની લાલચ આપી ઠેબાના વેપારી સાથે ૧.૮૭ કરોડની ઠગાઇ

  • October 13, 2025 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓનલાઇન ફ્રોડના કિસ્સા દિન પ્રતિદીન વધી રહયા છે, અવાર નવાર લોકોની સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા રાખવા અપીલ કરવામાં આવે છે, તેમ છતા લાલચના કારણે લોકો લપેટતા રહે છે, હાલમાં ઠેબા ગામના વેપારી સાથે ૧.૮૭ કરોડની ઠગાઇ કરવામાં આવી છે, ટ્રેડીંગમાં મોટા પ્રોફીટની લાલચ આપીને સાયબર સાતીરો ચુનો ચોપડી ગયા છે, જે ફરીયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે જેના આધારે જુદી જુદી દીશામાં ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.


જામનગર તાબેના ઠેબા ગામમાં રહેતા બ્રાસના વેપારી કૌશિક જયસુખભાઇ અગ્રાવત (ઉ.વ.૩૧)એ સાયબર ક્રાઇમ પોલીસમાં વોટસએપ નંબરના આધારે એક શખ્સ સામે તથા બેન્ક ઓફ મહારાષ્ટ્ર એકાઉન્ટધારક તથા વપરાશ કરતા અને તપાસમાં જે નામ ખુલે એ તમામની સામે ખાતા નંબર અને મોબાઇલ નંબર આપીને બીએનએસ ૨૦૨૩ની કલમ અને આઇટી એકટ મુજબ ફરીયાદ નોંધાવી છે.


જેમાં જણાવ્યુ છે કે કોઇ અજાણ્યા નંબર પરથી તેમનો વોટસએપ મારફતા જાન્યુઆરી મહિનામાં કોન્ટેક કરવામાં આવ્યો હતો અને ઉપરોકત શખ્સોએ કાવતરૂ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ટ્રેડીંગ એડવાઇઝ તરીકેની ખોટી ઓળખ આપીને પોતાની કંપની મારફતે અલગ અલગ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ટ્રેડીંગ પર મોટુ પ્રોફીટ મળશે એવી સાયબર સાતીરોએ ફરીયાદીને લાલચ આપી હતી.
એ પછી ફરીયાદી વેપારીને વિશ્ર્વાસમાં લઇ ઇન્વેસ્ટમેન્ટના બહાના હેઠળ કુલ રૂ. ૧.૮૭.૪૪.૪૦૭ બેન્ક ઓફ મહારાષ્ટ્ર ખાતા નં. ....... દિવાન એન્ટરપ્રાઇઝ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર ખાતા નંબરવાળા ટ્રેડીંગ ફર્મના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઇ........ નામની વેબસાઇટ પર ખોટુ પ્રોફીટ બતાવી બાદમાં ફરીયાદીને તેમની રકમ પરત નહી આપીને ઠગાઇ કરી હતી.


આ પછી કૌશિકભાઇએ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરીને ફરીયાદ નોંધાવતા પીઆઇ આઇ.એ. ધાસુરા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. અને મોબાઇલ નંબર, ખાતા નંબર અંગે ચકાસણી કરી તેમનો કોણ ઉપયોગ કરતુ હતું એ સહિતની ડીટેઇલ્સ મેળવવામાં આવી રહી છે તેમજ આ પ્રકરણની તપાસ માટે અલગ અલગ કર્મીઓને કામે લગાડવામાં આવ્યા છે.


કરોડોની ઓનલાઇન ઠગાઇનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે, ફરીયાદ અનુસંધાને પોલીસે તપાસનો દોર હૈદરાબાદ, એમપી અને મુંબઇ તરફ લંબાવ્યો હોવાનુ જાણવા મળ્યું છે, આ મામલે પોલીસે એક શખ્સને શંકાના આધારે ઉઠાવી લઇ તેની પુછપરછ ચલાવવામાં આવી રહી છે. નજીકના સમયમાં આ પ્રકરણ પરથી પડદો ઉચકવામાં પોલીસને સફળતા મળે તેવી પણ સુત્રોએ શકયતા વ્યકત કરી છે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application