જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદની ઓફિસમાંથી ગત તારીખ ૧૬.૧૧.૨૫ની રાત્રિના ૭૫ હજારની રોકડ રકમની ચોરી થવા પામી હતી .આ ગુના નો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે, અને એક આરોપીને અટકાયતમાં લઇ તેની પાસેથી રૂ. ૭૫ હજાર ની રોકડ કબજે કરી છે.
જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એનએ.ચાવડા ના માર્ગદશન મુજબ જામનગર ના ચાંદી બજાર સર્કલ માં આવેલ જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ.ની મસ્જીદ ની મેઇન ઓફીસના કબાટ માંથી રોકડા ૭૫,૦૦૦ ની રોકડ રકમ ની ચોરી થવા.પામી હતી. જે અંગે પોલીસ સ્ટાફના માણસો બનાવ સ્થળના કમાન્ડ કંટ્રોલ ના સીસીટીવી. કુટેઝ આધારે તેમજ ટેકનીકલ એનાલીસીસના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સીટી-એ ડીવીઝનના શૈલેષભાઇ તથા હિતેશભાઇને મળેલ બાતમી ના આધારે નુરી ચોકડી અન્નપુર્ણા મંદિરના ગેઇટ ની સામે રોડ ઉપરથી આરોપી મોહમદહુશેન મોહમદમુસ્તકા સીદીકી (ઉવ.૪૩ , રહે. નાગપુર વોરાની ચાલી રાજપુર, ગોમતીપુર, અમદાવાદ)ને પકડી પાડયો.હતો. અને આરોપી પાસેથી રોકડા ૭૫,૦૦૦ કબજે કર્યા હતા.