રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જુદા જુદા અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવા અને આરોપીઓને ઝડપી લેવા કરેલા આદેશ ના પગલે ડીસીપી ક્રાઈમ ની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ એસીપી ના માર્ગદર્શન હેઠળ ટીમ મોરબી રોડ પર પેટ્રોલિંગમાં નીકળી હતી તે વેળાએ શિવ શક્તિ હોટલ નજીક ટ્રકમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરીનો 45 લાખનો મુદ્દામાલ ઝડપી ત્રણ આરોપી ની પૂછપરછમાં અદાણી પોર્ટ માંથી ભંગાર ચોરી કર્યાની કબુલાત આપતા ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા ની સુચના અને ક્રાઈમ બ્રાન્ચ એસીપી બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરિમા પીએસઆઇ એસવી ચુડાસમા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
કે દરમિયાન કરણભાઈ કોઠીવાર અને અરવિંદભાઈ ફતેપરા ને મળેલ બાંતમીના આધારે રાજકોટ મોરબી હાઇવે પર આવેલ શિવ શક્તિ હોટલ નજીક ટ્રક જીજે 12 બીવી 7131ને અટકાવી ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી શંકાસ્પદ કોપર વાયર અને એલ્યુમિનિયમ નો ભંગાર કિંમત રૂપિયા 45 લાખનો કન્ટેનર માંથી મળી આવ્યો હતો.
જે અંગે ટ્રકના ડ્રાઇવર જેતારામ પોકરરામ બલીયારા ઉમર 50 રહે રાજસ્થાન પ્રિતેશ અમૃતલાલ રામાણી ઉમર 28 રહે ઘનશ્યામ નગર મૂળ મોટી ભુજ પર મુન્દ્રા અને યુવરાજસિંહ નટુભા ઝાલા ઉમર ૩૨ રહે બાપાસીતારામ નગર મુન્દ્રા મૂળ મોઢવાડ તાલુકો લખતર વાળા ની પૂછપરછા ધરતા આ ભંગાર મુન્દ્રા પોલીસ મથક વિસ્તારમાં આવેલા અદાણી પોર્ટ માંથી ચોરીનો હોવાની કબુલાત આપી હતી જે અંગે મુન્દ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે.
આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા એમ.એલ ડામોર સીએચ જાદવ પી.એસ.આઇ એસવી ચુડાસમા એએસઆઈ યશવંતભાઈ ભગત હેડ કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાર, કિશનભાઇ પાંભર, સંજયભાઈ અલગોતર, અરવિંદભાઈ ફતેપુરા, મહાવીર સિંહ જાડેજા, સહિતની ટીમ જોડાઈ હતી.