BREAKING NEWS

ગુજરાત સરકારમાં થશે સખળડખળ, ગમે તે ઘડીએ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવા સંકેત

  • October 02, 2025 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક થવાની સાથે રાજ્ય મંત્રી મંડળના વિસ્તરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી હાથ ધરવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષના નામને લઈને લાંબા સમયથી અટકળોનો અંત આવતા હવે મંત્રીમંડળના વિસ્તરણના દરવાજા ખુલી ગયા છે. હવે ગમે તે ઘડીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે.


રાજ્યમંત્રી મંડળના કોઈપણ સભ્યને નિમણૂંક પ્રદેશ અધ્યક્ષ પદે થાય તો તાકીદના ધોરણે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડે તે વાત નક્કી છે. માહિતી પ્રમાણે અત્યારે જે મંત્રીઓ છે તેમાંથી કેટલાકને ડ્રોપ કરવામાં આવી શકે છે, તો કેટલાક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ નવા ચહેરાઓમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ચૂંટણી જીતેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાનું નામ સામે આવી રહ્યું છે. 


અર્જન મોઢવાડિયાને આ મંત્રી પદ મળવાની શક્યતા

અર્જુન મોઢવાડિયા પોરબંદરથી પેટા ચૂંટણી રેકોર્ડ બ્રેક મતોથી જીત્યા છે. જ્યારે સી જે ચાવડા પણ વિજાપુરથી વિધાનસભા જવામાં સફળ થયા છે. બંનેનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી સંભાવના છે. અર્જુન મોઢવાડિયા પોતે સિવિલ એન્જિનિયર હોવાથી તેમને માર્ગ, મકાન અને જાહેર બાંધકામ વિભાગ મળે તેવી સંભાવના છે. જ્યારે સી જે ચાવડા બહોળો એડમિનિસ્ટ્રેટિવ અનુભવ ધરાવતા હોવાથી તેમને પશુપાલન અથવા મહેસુલ વિભાગ મળે તેવી શક્યતા છે. પક્ષ પલટો કરતા પહેલા બંનેએ મંત્રી પદનું કમિટમેન્ટ લીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


કોને સમાવાશે કોનુ મંત્રીપદ જશે? મુદ્દે ચર્ચા 

161 વિધાનસભા સીટની અભૂતપૂર્વ બહુમતી ધરાવતી ભુપેન્દ્ર પટેલ સરકાર સાથે કોઈ ધારાસભ્ય મંત્રી બનવા માટે દબાણ કરે તેવી સ્થિતિ નથી. ભૂપેન્દ્ર પટેલ સરકારનું કદ અત્યારે તો 17 મંત્રીઓનું છે એટલે વિસ્તરણની શક્યતા ખરી, એ થશે'' એવા નિવેદનો આપ્યા હતા. અત્યાર સુધી રાજ્યમાં ભાજપની સરકારોમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો ભાજપમાંથી ખાનગી રાહે ઉઠતી રહી છે. જો કે, પહેલીવાર મુખ્યમંત્રી રહેલા કદાવર આગેવાને જાહેરમાં નિવેદનો આપતા ભુપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ ક્યારે થશે? તેમા કોને સમાવાશે કોનુ મંત્રીપદ જશે? મુદ્દે ચર્ચા અને અટકળોનું બજાર ગરમ છે. હાલમાં માત્ર 17 મંત્રી, નિયમ અનુસાર 27 મંત્રી રાખી શકાય તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News