સુપ્રીમમાં એટલા ભ્રષ્ટ્ર ન્યાયાધીશો છે કે તેમની ગણતરી પણ શકય નથી
સુપ્રીમમાં એટલા ભ્રષ્ટ્ર ન્યાયાધીશો છે કે તેમની ગણતરી પણ શકય નથી
September 28, 2026 02:51 PM
ત્રણ વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂકેલા વરિ વકીલ દુષ્યતં દવેએ ભારતના ન્યાયતત્રં વિશે અનેક વિસ્ફોટક દાવા કર્યા છે. તેમણે કહ્યું કે ભારતમાં ન્યાયતત્રં શકિતશાળી તરફ ઝૂકી ગયું છે અને એક કારોબારીને ટેકો આપી રહ્યું છે જે પહેલાથી જ શકિતશાળી બની ગયું છે. દવેએ આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટમાં એટલા બધા ભ્રષ્ટ્ર ન્યાયાધીશો છે કે તેઓ તેમની ગણતરી પણ કરી શકતા નથી. આનાથી ન્યાયતંત્રને ઘણું નુકસાન થયું છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ટીકા કરતા દવેએ કહ્યું કે તેઓ પોતાને ઉદાર માનતા હતા, પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટમાં જે ૧૭ ન્યાયાધીશોની નિમણૂક કરી હતી, તેમાં એક પણ મહિલા નહોતી. એક અહેવાલ મુજબ, ૪૮ વર્ષથી કાયદાનો અભ્યાસ કરનારા વકીલ દુષ્યતં દવે ૧૭મા કેએમ બશીર મેમોરિયલ લેકચરમાં બોલી રહ્યા હતા. અહીં, તેમણે કહ્યું કે તેમના વિશાળ અનુભવથી, તેઓ કહી શકે છે કે ન્યાયતંત્રમાં ઘણા ઉત્તમ ન્યાયાધીશો રહ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં એટલા બધા ભ્રષ્ટ્ર ન્યાયાધીશો પણ છે કે તેઓ તેમની ગણતરી પણ કરી શકતા નથી. તેમણે કહ્યું કે આવા ન્યાયાધીશોએ દેશમાં ન્યાયને ભારે નુકસાન પહોંચાડું છે, જે એક મૂળભૂત માનવ જરિયાત છે