BREAKING NEWS

સોનામાં વધુ 1,700નું ગાબડું : જાણો આજનો રાજકોટમાં ભાવ...

  • November 18, 2025 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)









દેશભરમાં લગ્નગાળાની ભરચક સિઝન વચ્ચે સોના અને ચાંદીના ભાવોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે આ બંને ધાતુઓના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. દેશની સોની બજારમાં આજે તારીખ 18 નવેમ્બરના દિવસે 24 કેરેટ સોનાનો ભાવ વધુ રૂ.1,558 ગગડીને રૂ.1,21,366 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે જીએસટી સાથે રાજકોટની સોની બજારમાં સોનાનો ભાવ રૂ.1700 ગગડીને રૂ.1,25,100 પર પહોંચી ગયો છે. આમ, રાજકોટની સોની બજારમાં માત્ર બે દિવસમાં સોનાના ભાવમાં રૂ.2,100 થી વધુનો કડાકો જોવા મળ્યો છે.


આજે સોનુ તારીખ 17 ઓક્ટોબરના સર્વોચ્ચ ભાવ 

રૂ. 1,30,800થી રૂ. 9,500 જેટલું સસ્તુ થઈ ગયું છે. જ્યારે ચાંદીના ભાવ 14 ઓક્ટોબર ની સર્વોચ્ચ સપાટી રૂ.1,71,1 00 કરતા રૂ. 26,250 જેટલા ગગડયા છે. તો આજે ચાંદીના જીએસટી સાથેના ભાવ રૂ.1,56,405 પ્રતિ કિલો જોવા મળ્યો છે. આજે જીએસટી વિના ચાંદીનો ભાવ રૂ.3,100 તૂટીને રૂ.1,51,850 પ્રતિ કિલો સાથે ઉઘડેલો જોવા મળ્યો હતો. સોમવારે જીએસટી વિના ચાંદી રૂ.1,54,933 પ્રતિ કિલો અને જીએસટી વિના સોનુ રૂ.1,22,924 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.


અમેરિકન ફેડરલ રિઝર્વના સભ્યો દ્વારા વ્યાજ દર ઘટાડાના સંકેતના કારણે સોના અને ચાંદી બંને ધાતુઓના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ગબડવાના કારણે દેશભરની સ્થાનિક બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટા ગાબડા જોવા મળ્યા છે. ક્યારે વિશેષકોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં સતત ઉતાર ચઢાવ યથાવત રહી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application