માણાવદર રસાલા લાઇનમાં એક મહિનાથી ગટર ગંધાતા પાલિકા કચેરીમાં હલ્લાબોલ
માણાવદર રસાલા લાઇનમાં એક મહિનાથી ગટર ગંધાતા પાલિકા કચેરીમાં હલ્લાબોલ
June 05, 2026 08:57 AM
માણાવદર શહેરના પટેલ ચોક વિસ્તારમાં આવેલી રસાલા લાઈનમાં છેલ્લ ા એક મહિનાથી ગટર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગટરોની સફાઈ ન થતા ગંદકી અને દુગધથી ત્રસ્ત સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. વિસ્તારમાં ભારે ગંદકી પથરાઈ ગઈ છે, જેના કારણે તીવ્ર દુગધ ફેલાઈ રહી છે. આ પરિસ્થિતિને લીધે સ્થાનિક રહીશોનું જીવન મુશ્કેલ બન્યું છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક મહિલા આગેવાન રોશનબેન શબીર સાટીએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ગટર સફાઈ માટે વારંવાર અપીલ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. તેમણે નિર્દેાષ બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી અંગે પ્રશ્ન કર્યેા હતો. લાંબા સમયની ઉપેક્ષાથી કંટાળીને ગલીની તમામ મહિલાઓએ એકત્રિત થઈને નગરપાલિકા કચેરી ખાતે મોરચો માંડો હતો. તેમણે સત્તાધીશો સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરી હતી. રહીશોના આક્રોશને ધ્યાને લઈને નગરપાલિકાના અધિકારીઓએ બે થી ત્રણ દિવસમાં ગટર સફાઈની કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી છે. જોકે, સ્થાનિક મહિલાઓએ ચેતવણી આપી છે કે જો આશ્વાસન મુજબ કામગીરી નહીં થાય તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે