13 વર્ષની દીકરી ઘરે એકલી મૂકી માતા દવા લેવા ગયા બાદ પરત ફરતા દીકરી ભેદી રીતે ગુમ થતા ગુનો નોંધાવ્યો
વર્તમાન સમયમાં ઝેન- જી જનરેશનને પ્રેમનું એટલું ભૂત ચડ્યું કે પ્રેમ આંધળો હોય તેમ માની સગીર વયની ઉંમરે ઘરેથી ભાગી જતા હોય છે અથવાતો ન કરવાના કૃત્ય કરી બેસતા હોય છે ત્યારે રાજકોટના ભાવનગર રોડ પર રહેતી મહિલાની સગીરવયની દીકરીને જે સગીર સાથે સગાઈની વાત ચાલતી હતી તે સગીર ભગાડી જતા થોરાળા પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસે અપહરણની ફરિયાદ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ નવા થોરાળા વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યા મુજબ ગત તા. ૨૧ના રાત્રિના આઠ વાગ્યાના અરશામાં દૂધસાગર રોડ પાસે રહેતો સગીર પોતાની ૧૩ વર્ષની દીકરીને પોતાની બાઇકમાં બેસાડી ભગાડી ગયાનું મહિલાએ જણાવ્યું હતું એટલું જ નહીં બંને એક જ જ્ઞાતિ ના હોય બન્નેના સગપણની વાત ચાલતી હતી છતાં પરિવાર બન્નેના લગ્ન કરવાનું નક્કી કરે તે પૂર્વે જ સગીર સગીરાને ઘરેથી ભગાડી ગયો હતો. આથી મહિલાએ સગીર વિરુદ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરીનું અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ.એમ.એસ. મહેશ્વરીની સૂચના હેઠળ પોલીસે બન્નેના સગડ મેળવવા તપાસ શરૂ કરી છે.
જ્યારે બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશ હાલ કોઠારીયામાં રહેતી મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ગત તા. ૧૭/૧૧ ના રોજ બપોરના એક વાગ્યા આસપાસ તેણીની તબિયત સારી ન હોવાથી ૧૪ વર્ષની દીકરીને ઘરે એકલી મૂકી દવા લેવા ગઈ હતી. એકાદ કલાક બાદ મહિલા ઘરે આવતા દીકરીને ઘરમાં ન જોતા આસપાસ અને વિસ્તારમાં તપાસ કરતા દીકરીની કોઈ ભાળ મળી ન હતી.
આસપાસ તપાસ કરતા મળી નહીં આવતા તેના પતિ અને દીકરાને જાણ કર્યા બાદ સગા સંબંધીના ઘરે પણ તપાસ કરી હતી ત્યાં પણ દીકરીના કોઈ સમાચાર ન મળતા આખરે આજીડેમ પોલીસ સ્ટેશનમાં દીકરીને કોઈ લલચાવી ફોસલાવી પોતાની સાથે લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.