આઈપીએલ હવે અત્યતં રોમાંચક અને નિર્ણાયક તબક્કામાં પહોચી ચુકી છે.પ્લેઓફ માટેનો જગં હવે બે ટીમ વચ્ચે બાકી છે. હૈદરાબાદ સામે હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટસની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે છે. જે ટીમ તેની આગામી મેચોમાં વધુ સાં પ્રદર્શન કરશે તે પ્લેઓફમાં ટિકિટ મેળવવાની દોડમાં આગળ વધશે. આ રીતે, ૨૧ મેના રોજ યોજાનારી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ કવાર્ટર ફાઇનલ જેવી બની ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં ૧૪ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ત જ સમયે, દિલ્હી કેપિટલ્સ ૧૩ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. આગામી મેચનો વિજેતા પ્લેઓફમાં પ્રવેશ મેળવવા માટે મજબૂત દાવેદાર હશે.
મુંબઈ ઈન્ડિયન્સ પાસે પ્લેઓફ ટિકિટ બુક કરવાની અને ટોપ–ટુમાં પહોંચવાની તક છે. જોકે, આ માટે તેને ઘણી પ્રાર્થનાઓની જર પડશે. મુંબઈ ઇન્ડિયન્સના પક્ષમાં સૌથી મોટી બાબત તેમનો નેટ રન રેટ છે. તેમને ટોપ–૨ માં પહોંચવા માટે ૧૮ પોઈન્ટની જર પડશે. આ માટે, પહેલા તેમણે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સને હરાવવા પડશે. આ પછી, પ્રાર્થના કરવી પડશે કે પંજાબ અને બેંગલુ તેમની બાકીની બંને મેચ હારી જાય, જેથી બંને ૧૭ પોઈન્ટથી આગળ ન વધી શકે. જો પંજાબ અને બેંગ્લોર એક પણ મેચ જીતે તો મુંબઈ ઈચ્છશે કે ગુજરાત ટાઇટન્સ તેમની બંને મેચ હારી જાય.
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ડુ ઓર ડાઈનો ખેલડીસી પાસે કેટલી તક
દિલ્હી કેપિટલ્સ પાસે હાલમાં ૧૩ પોઈન્ટ છે. તેની બે મેચ બાકી છે, જેમાંથી એક મુંબઈ ઈન્ડિયન્સ સામે અને બીજી પંજાબ કિંગ્સ સામે છે. જો દિલ્હી મુંબઈ સામેની મેચ હારી જાય છે, તો તેમના માટે આઈપીએલ ૨૦૨૫ ની વાર્તા ત્યાં જ સમા થઈ જશે. કારણ એ છે કે પંજાબ સામે જીત્યા પછી પણ તે ફકત ૧૫ પોઈન્ટ સુધી પહોંચશે અને મુંબઈ ઈન્ડિયન્સના ૧૬ પોઈન્ટને વટાવી શકશે નહીં.
મુંબઈ પાસે સારી તક
મુંબઈ ઈન્ડિયન્સના હાલમાં ૧૪ પોઈન્ટ છે. તેની બે મેચ બાકી છે, જેમાંથી એક હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સાથે છે, યારે બીજી પંજાબ સાથે છે. જો મુંબઈની ટીમ દિલ્હી સામેની મેચ હારી જાય છે તો તે જો અને તોની ગણતરીમાં અટવાઈ જશે. આવી સ્થિતિમાં, મુંબઈએ પ્રાર્થના કરવી પડશે કે પંજાબની ટીમ ૨૪ મેના રોજ દિલ્હીને હરાવે. આ પછી, મુંબઈની ટીમે ૨૬ મેના રોજ યોજાનારી મેચમાં પંજાબને હરાવવું પડશે. જો મુંબઈ ઇન્ડિયન્સ તેની બાકીની બંને મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech