BREAKING NEWS

અલ્લુ અર્જુનની 'રાકા' માટે કરવો પડશે લાંબો ઇન્તજાર

  • August 04, 2026 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ફેન્સ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાકા'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બ્લોકબસ્ટર ડિરેકટર એટલીના નિર્દેશનમાં બની રહેલી આ ગ્રાનડ ફેન્ટેસી–એકશન ડ્રામા ફિલ્મને લઈને ફેન્સમાં ભારે ક્રેઝ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે બોલિવૂડ કવીન દીપિકા પાદુકોણ મુખ્ય હિરોઈન તરીકે જોવા મળશે. તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે ફિલ્મનું શૂટિંગ આ વર્ષે પૂરું થઈ જશે અને આવતા વર્ષે જ તે થિયેટરોમાં રિલીઝ થશે. પરંતુ હવે 'રાકા'ના શૂટિંગ શિડુલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેનાથી ફેન્સને લાંબો રાહ જોવો પડી શકે છે.  'રાકા' ખૂબ જ વિશાળ બજેટ અને વિયુઅલ ઈફેકટસ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ વર્ષ ૨૦૨૭ના પ્રથમ અડધા ભાગ સુધી ચાલુ રહેવાની શકયતા છે.
સુપરસ્ટાર અલ્લુ અર્જુને ડિરેકટર એટલી પર સંપૂર્ણ ભરોસો મૂકીને તેમની જરૂરિયાત મુજબની તમામ ડેટસ આપી દીધી છે. એટલી આ પ્રેમાળ અને ભવ્ય પ્રોજેકટમાં કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. ઈન્ડસ્ટ્રીના વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે એટલી આ ફિલ્મને બે ભાગમાં બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી મેકર્સ દ્રારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ફ્રેશ જોડીને સ્ક્રીન પર જોવા માટે ચાહકો ખૂબ ઉત્સાહિત છે, પરંતુ ભવ્ય સ્કેલ પર બની રહેલી આ ફિલ્મને થિયેટર સુધી પહોંચવામાં હજુ ખાસ્સો સમય લાગશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application