નવા હોસ્પિટલ રજીસ્ટ્રેશન એકટ અંતર્ગત રાજકોટ જિલ્લામાં આવેલ તમામ ખાનગી હોસ્પિટલો, દવાખાનાઓ અને લેબોરેટરીઓનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિની બેઠકમાં લેવાયો હતો.
જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બાંધકામ, મંકીપોકસ, આભા કાર્ડ, દવા છંટકાવ, રોગચાળા, આયુષમાન કાર્ડ, આયુર્વેદ દવાખાના, બઢતી, ભરતી, સ્વભંડોળ સહિતના મુદ્દે ચર્ચા–વિચારણા કરીને, તે મુજબ કામગીરી કરવા આવશ્યક સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં એ.પી.એલ. અને બી.પી.એલ.કેટેગરીની હાઇ રીસ્ક મધરને રૂા.૧૫ હજાર સહાય આપવાની યોજનાનો લાભ આપવા અને ડીલીવરી દરમિયાન સાત દિવસ જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં દાખલ કરવા જણાવાયું હતું.
વધુમાં, મંકીપોકસનો ગુજરાતમાં કોઇ કેસ નોંધાયો નથી, કેરલમાં કેસ નોંધાયેલા છે. આ વાયરસથી ફેલાતો રોગ છે. આથી, તકેદારીના પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. દરેક લોકોના આભા કાર્ડ કાઢવા માટે એપ્લીકેશન ડાઉનલોડ કરવાની જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું.
ઉપરાંત, પાણીજન્ય રોગચાળા જેવા કે ઝાડા–ઉલ્ટી, કમળો, કોલેરા, ટાઇફોઇડ વગેરેમાં રોગ અટકાયત માટે જરી પગલાં લેવા અને મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવવાની કામગીરી વધુ અસરકારક બનાવવા સૂચનો આપ્યા હતા.
આ ઉપરાંત, જિલ્લામાં પ્રસુતિની નોંધણી ૯૯% કરતા વધુ થાય છે. પરંતુ વહેલી નોંધણી કરાવવા સૂચના અપાઇ હતી. જિલ્લાની લેબોરેટરી અને દવાખાનાની ફરજિયાત નોંધણી કરાવવા સુચના આપવામાં આવી હતી. તેમજ સી.ડી.એચ.ઓ., આર.સી.એચ.ઓ., ઇ.એમ.ઓ., ડેટા મેનેજરની જગ્યા બાબતે કરાયેલી રજુઆત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. પી.કે.સિંઘ, આર.સી.એચ.ઓ., બાંધકામ શાખાના અધીકારી, જિલ્લા પશુપાલન અધિકારી, એપેડેમિક મેડિકલ ઓફિસર, જિલ્લા મેલેરીયા અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech