આજથી આ પાંચ ફેરફાર તમારા ખિસ્સાને અસર કરશે

  • November 01, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજથી નવેમ્બર મહિનો શ થયો છે અને તહેવારોની સિઝનમાં મોંઘવારીની અસર લોકોના બજેટ બગાડી રહી છે. દર મહિનાની જેમ આ મહિનો પણ દેશમાં ઘણા મોટા ફેરફારો લઈને આવ્યો છે પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારાને કારણે લોકોન મોટો આંચકો લાગ્યો છે, ત્યારે જીએસટીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આજથી આ ફેરફારો લોકોના ખિસ્સા પર સીધી અસર કરશે.


એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજીના ભાવમાં સુધારો કરે છે. તહેવારોની સિઝનમાં ૩૦ ઓગસ્ટે સરકારે ૧૪ કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપી હતી, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થતો રહ્યો. આ મહિનાની પહેલી તારીખ એટલે કે આજથી ફરી એક મોટો ઝટકો લાગ્યો છે અને ૧૯ કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૦૧.૫૦ પિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા ગેસના ભાવમાં આ વધારો કોમર્શિયલ વપરાશકારોના ખિસ્સા પર ભારે પડશે. આજથી ૧૯ કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ૧,૮૩૩ પિયામાં ઉપલબ્ધ થશે, જે પહેલા ૧૭૩૧ પિયામાં મળતો હતો.


હવાઈ મુસાફરોને રાહત જેટ ઈંધણ સસ્તું થયું
નવેમ્બરની શઆત સાથે, બીજો મોટો ફેરફાર હવાઈ મુસાફરો માટે છે. એર ટર્બાઇન યુઅલની સતત વધતી કિંમતો બધં થઈ ગઈ છે. એક પછી એક સતત વધારા પછી, આજે ઓએમસીએસ એ આખરે એટીએફની કિંમતમાં ૧૦૭૪ રૂપિયા પ્રતિ કિલોલિટરનો ઘટાડો કર્યેા છે. આ વધેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે.

જીએસટી ઇન્વોઇસમાં મહત્વના બદલાવ
આજથી ત્રીજો મોટો ફેરફાર જીએસટી સાથે સંબંધિત છે. નેશનલ ઇન્ફોર્મેટિકસ સેન્ટરના જણાવ્યા અનુસાર, ૧ નવેમ્બર, ૨૦૨૩થી જાહેરાત કરવામાં આવી હતી કે, ૧૦૦ કરોડ પિયા કે તેથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ૩૦ દિવસની અંદર ઇ–ચલણ પોર્ટલ પર જીએસટી ચલણ અપલોડ કરવાનું રહેશે. આ નિયમો વેપારીઓ પર લાગુ થશે. આજથી અમલમાં મુકવામાં આવેલ છે.


બોમ્બે સ્ટોક એકસચેન્જ પર ટ્રાન્ઝેકશન
બોમ્બે સ્ટોક એકસચેન્જ જે શેરબજારના ૩૦ શેર ધરાવે છે, તેણે ગયા ઓકટોબર મહિનામાં ઇકિવટીના ડેરિવેટિવ સેગમેન્ટમાં ટ્રાન્ઝેકશન પર ફી વધારવાની જાહેરાત કરી હતી અને આ ફેરફાર પણ આજે ૧ નવેમ્બરથી અમલમાં આવ્યો છે. આનાથી શેરબજારના રોકાણકારોને અસર થશે અને તેઓએ પહેલી તારીખથી જ ટ્રાન્ઝેકશન પર વધારાના પૈસા ચૂકવવા પડશે.


દિલ્હીમાં ડીઝલ બસો પર પ્રતિબંધ
વધતા પ્રદૂષણને રોકવા માટે ૧ નવેમ્બરથી દિલ્હી–એનસીઆરમાં બીએસ–૩ અને બીએસ–૪ ડીઝલ બસોના પ્રવેશ પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. પીટીઆઈ અનુસાર, હવે દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનથી આવતી આવી ડીઝલ બસો રાજધાની દિલ્હીમાં પ્રવેશી શકશે નહીં. હવે માત્ર ઈલેકિટ્રક, સીએનજી અને ભારત સ્ટેજ (બીએસ–૬) બસો જ દિલ્હીમાં પ્રવેશી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application