રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં માં પેસેન્જરને રિક્ષામાં બેસાડી ઉલ્ટી કરવાનું નાટક કરી મુસાફરની નજર ચુકવી રોકડ તેમજ સોનાના દાગીના સહિતની ચોરી કરતા રીક્ષા ગેંગના સાગરીત ને ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશન રોડ પરથી ઝડપી લેતા છેલ્લા 15 દિવસમાં 36 જેટલા મુસાફરોને રિક્ષામાં બેસાડી ગુના આચાર્યાની કબુલાત આપતા ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ના ડીસીપી જગદીશ બાંગરવાની સૂચના અને એસીપી ક્રાઇમ બીબી બસીયા ની રાહબરીમાં એમ આર ગોંડલયા, પીઆઇ એમ એલ ડામોર પીઆઇસીએચ જાદવ ના નેજા હેઠળ પી.એસ.આઇ એ એન પરમાર અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન એ.એસ.આઇ રણજીતસિંહ પઢારીયા વિજયરાજ સિંહ જાડેજા ને મળેલ બાતમીના આધારે રાજકોટના રેલ્વે સ્ટેશન રોડ પરથી રિક્ષા ગેંગનાં પ્રકાશ નરેન્દ્રભાઈ હળદરીયા ઉ.વ.૨૫, રહે. શક્તિનગર, જેનીસ કાસ્ટિંગ કારખાનાની ઓરડીમાં, મૂળ હુડકો ચોકડી પાસે, ખોખડદળ પુલ નદી કાંઠે ને ક્રાઈમ બ્રાંચે ઝડપી રિક્ષા અને રોકડ સહિત કુલ રૂા. ૧.૦૬ લાખના મુદ્દામાલ સાથે પકડી ફરાર સાગરીત ધનજી ઉર્ફે ધનો છેડાણી રહે. રેલ્વે સ્ટેશન સામે કોઠી કમ્પાઉન્ડ પાસે, ફૂટપાથ પરની શોધખોળ શરૂ કરી છે.
પકડાયેલા આરોપીની પુછપરછમાં કબુલાત આપી હતી કે છેલ્લા ૧૫ દિવસ દરમિયાન તેણે અન્ય આરોપીઓ સાથે મળી રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં તેમજ ડોળીયા બાઉન્ટ્રી સહિત ૩૬ સ્થળોએ ચોરી કરી હતી. જેમાં પ્રકાશની રીક્ષામાં અર્જુન અને અમિત નામના શખ્સોએ એક પેસેન્જર પાસેથી ચોરી કરી હતી. જેની તેને ખબર નથી. ત્યાર બાદ જામનગરથી પરત ફરતી વખતે એક પેસેન્જર પાસેથી ૨૫૦૦, બીજા પેસેન્જર પાસેથી ૧૯૦૦ની ચોરી કરી હતી.
આ ઉપરાંત ડોળિયા બાઉન્ડ્રી નજીક પ્રકાશ, અર્જુન અને ધનજીએ પરપ્રાંતિય શ્રમિક પાસેથી ૪૦૦૦, વૃધ્ધ પાસેથી ૩૫૦૦ અને અન્ય પેસેન્જર પાસેથી પપ૦૦ની ચોરી કરી હતી. આ ઉપરાંત આજી ડેમ ચોકડી પાસે એક પરપ્રાંતિય મજુરના ૭૫૦૦ અને એક પેસેન્જરના ૧૭૦૦ની ચોરી કરી હતી.
ત્યાર બાદ પ્રકાશ અને ધનજી ઉપરાંત વસીયો ભરવાડે કોઠારીયા ગામ પાસેથી ૧૩૫૦૦ની ચોરી કરી હતી. બારેક દિવસ પહેલાં પ્રકાશ, ધનજી અને ડેગો નામના શખ્સે ગોંડલ ચોકડી પાસે ૩૫૦૦ની ચોરી કરી હતી.તેમજ આનંદ બંગલા ચોક પાસે ૬૦૦૦, સોરઠિયાવાડી સર્કલ પાસે ૧૨૦૦, મોચી બજાર નજીક ૯૦૦, બેડી પુલ પાસે ૮૫૦, નાગરિક ચોક પાસે ૧૩૫૦૦, ગુંદાવાડી પાસે ૨૦૦૦, કુવાડવા રોડ પર ૭૫૦૦, માર્કેટિંગ યાર્ડ પાસે ૨૬૦૦, હોસ્પિટલ ૧૧૦૦, ગોંડલ ચોકડી પાસે ૧૯૦૦, પીડીએમ કોલેજ પાસે ૧૯૦૦, પુનિતના ટાંકા પાસે ૧૦ હજાર, હુડકો ચોકડી પાસે ૧૪૦૦, રેસકોર્સ પાસે ૧૨૦૦, રવિવારી પાસેથી ૧૫૦૦, હુડકો ચોકડી પાસે ૧૮૦૦, ગોંડલ ચોકડી નજીક રિધ્ધીસિધ્ધી નાલા પાસે ૧૬૦૦, અટીકા ફાટક પાસે ૭૫૦, માલધારી ફાટક પાસે સાંઈબાબા સર્કલ પાસે ૨૦૦૦, કેશરેહિંદ પુલ પાસે ૧૪૦૦૦, બસ સ્ટેશન પાસે ૨૦૦૦, ડોળિયા બાઉન્ડ્રી પાસે ૨૦૦૦, કુવાડવા જીઆઈડીસી નજીક ૧૭૦૦ અને બેડી ચોકડી નજીક ૨૦૦૦ મળી અલગ-અલગ પેસેન્જરોને રિક્ષામાં બેસાડી તેની ચોરીઓ કર્યાની કબુલાત આપતા ધરપકડ કરવામાં આવી હતી.
રીક્ષા ગેંગના છ સાગરીતો સાથે મળી 36 ચોરીને આપ્યો અંજામ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધેલા આરોપી પ્રકાશ હળદરીયા ની પૂછપરછ હાથ ધરતા છેલ્લા 15 દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારો તેમજ ડોળીયા બાઉન્ટ્રી સહિત 36 જેટલા સ્થળોએ મુસાફરોને ગેંગના પ્રકાશ, અર્જુન, અમિત બેરો , ધનજી ઉર્ફે ધનો, વસિયો ભરવાડ, અર્જુન સોઢા અને ડેગો એ ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપતા અન્ય સાગ્રીતોની શોધખોળ શરૂ કરી છે.