આટકોટ ગામની સોમનાથ સોસાયટીમાં રહેતા મનોજભાઈ કટેસીયા નાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરતાં ચકચાર મચી ગઈ છે. બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હોવાની માહિતી સામે આવી છે. ઘરમાં રહેલ કબાટમાં સોના ચાંદી ન વસ્તુ તેમજ રોકડ કબાટ તોડી ઉઠાંતરી કરી હતી ધર ની બારી તોડી ઉઠાંતરી કરી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બંધ મકાનમાં થયેલી ચોરીને પગલે સોસાયટીના રહેવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે.હાલમાં ચોરીની ચોક્કસ રકમ અને અન્ય વિગતો અંગે વધુ માહિતી સામે આવવાની બાકી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો જાણવા મળશે. હાલ મોળું વરસ હોય ત્યારે ચોરીના બનાવો વધવાની સંભાવના છે જ્યારે પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરવામાં આવે તેમ જ અજાણ્યા રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ જ સીસીટીવી ગામમાં મૂકવામાં આવે તો ચોરીના બનાવો અટકી શકે