BREAKING NEWS

આજથી મેડિકલ અને ડેન્ટલ માં ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

  • October 10, 2025 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રવેશ કમિટીએ મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશના થર્ડ રાઉન્ડના ઓનલાઈન રજીસ્ટ્રેશનની જાહેરાત કરી છે. જે અનુસાર વિદ્યાર્થીઓ આજે તા 10મી ઓક્ટોબર સાંજે ચાર સુધીમાં પિન અપાશે અને સાંજે છ સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકાશે. જ્યારે તા.11મી ઓક્ટોબર બપોરે 12 સુધીમાં હેલ્પ સેન્ટર ખાતે એપ્લિકેશનની ચકાસણી અને ડોકયુમેન્ટસની નકલ જમા કરાવી શકાશે.


છેલ્લા રાઉન્ડની પ્રવેશ મેડીકલ નેશનલ કમિશન ન્યુ દિલ્હીએ મંજૂર કરેલી સ્વામિના૨ાયણ મેડિકલ સાયન્સિસ એન્ડ રીસર્ચ, ક્લોલ, ગાંધીગરની એમબીબીએસ કોર્સની બેઠકો રાઉન્ડ ત્રણની ચોઈસ ફીલિંગનો પણ ઉમેરો થશે. આ રાઉન્ડમાં રાઉન્ડ-2ના નોન રીપોર્ટેડ, કેન્સલ થયેલી બેઠકો તેમજ નવી ઉમેરાયેલી મેડિકલ કોલેજની બેઠકો પર પણ પ્રવેશ પ્રક્રિયા થશે.


રાઉન્ડ-1 અને રાઉન્ડ-2નો પ્રવેશ હેલ્પ સેન્ટર પર રદ કરાવવા માટેની પ્રક્રિયા 11મી ઓક્ટોબર, શુક્રવાર બપોરે 12 સુધીની રખાઈ છે. ત્રીજા રાઉન્ડની ચોઈસ ફીલિંગ પ્રક્રિયા 11મીથી 13મી ઓક્ટોબર બપોરે ત્રણ સુધીની રખાઈ છે.



નર્સિંગમાં પણ આજથી ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા

જીકાસ દ્વારા નર્સિંગમાં 2025-26ના વર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ત્રીજો રાઉન્ડ જાહેર કર્યો છે. જેના માટે ફોર્મ ફિલિંગ, ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા 10થી 12 ઓક્ટોબર સુધી ચાલશે. જ્યારે ફોર્મ ફિલિંગ પ્રક્રિયા 10મી ઓક્ટોબરથી 13મી ઓક્ટોબર સુધીમાં પોર્ટલ પર દર્શાવેલ નજીકના વેરીફિકેશન સેન્ટર ખાતે વેરિફિકેશન કરાવી શકાશે.


પિન આપવાની, રજીસ્ટ્રેશન કરવા સહિતની પ્રક્રિયા કરાયા બાદ 16મી ઓક્ટોબર સુધી ઓનલાઈન પોર્ટલ પર માહિતી મેળવીને કોલેજ અને યુનિવર્સિટીની મુલાકાત લઈને અચૂકપણે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application