ગોંડલમાં બાયોડીઝલ કે અન્ય વલનશીલ પેટ્રોલિયમ પદાર્થેાના ગેરકાયદેસર વેચાણ સામે તંત્રએ કાર્યવાહી કરી છે. ગોંડલ શહેરના ઉમવાડા ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર પર આવેલા એક યુનિટમાંથી ૨૯,૦૦૦ લીટર અનઅધિકૃત વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. આ મામલે જિલ્લ ા કલેકટર દ્રારા લાખો પિયાનો દડં ફટકારવામાં આવ્યો છે.દરોડાની પ્રા વિગતો મુજબ, ગાંધીનગરના નાયબ નિયામક પેટ્રોલિયમ, મદદનીશ નિયામક ફેરણી, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી તેમજ મામલતદાર ગોંડલ શહેરની સંયુકત ટીમ દ્રારા ૨૭ એપ્રિલ ૨૦૨૪ના રોજ એક ગુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગોંડલની ઉમવાડા ચોકડી પાસે, શિવ ગાઠીયા રથની પાછળ આવેલા એક એકમ પર અધિકારીઓની ટીમે આકસ્મિક દરોડો પાડો હતો. આ તપાસણી દરમિયાન સ્થળ પર કોઈ પણ પ્રકારની મંજૂરી વગર વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. ટીમે સ્થળ પરથી ૨૯,૦૦૦ લીટર ગેરકાયદેસર પેટ્રોલિયમ જથ્થો જ કર્યેા હતો. જે કેસ કલેકટર સમક્ષ ચાલી જતા જવાબદાર ત્રણ ઇસમ વિદ્ધ આકરી કાર્યવાહી કરીને .૨૧.૭૫ લાખનો દડં ફટકાર્યેા છે. તંત્રની આ કડક કાર્યવાહીથી હાઈવે પર ગેરકાયદેસર પેટ્રોલિયમનું નેટવર્ક ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે