ભારત પર વિનાશક પૂરનું સંકટ, અલકનંદા બેસિનમાં ૧૩૧ હિમ સરોવરોનું નિર્માણ
ભારત પર વિનાશક પૂરનું સંકટ, અલકનંદા બેસિનમાં ૧૩૧ હિમ સરોવરોનું નિર્માણ
September 24, 2026 02:17 PM
ભારત પર પણ નેપાળ જેવો જ અતિશય ભારે અને વિનાશક પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે.તાજેતરમાં પ્રકાશિત થયેલા એક વૈજ્ઞાનિક અભ્યાસમાં અત્યતં ગંભીર અને ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઉત્તર ભારતના હિમાલય ક્ષેત્રમાં આવેલા અલકનંદા બેસિનમાં ગ્લેશિયરોના ઝડપથી પીગળવાને કારણે લગભગ ૧૩૧ જોખમી હિમ સરોવરો (ગ્લેશિયલ લેકસ) બની ગયા છે. આ સ્થિતિએ ભારત માટે નેપાળ જેવી સંભવિત આફતોનું જોખમ ઊભું કયુ છે. પ્રાગ સ્થિત ચાલ્ર્સ યુનિવર્સિટીના સંશોધક ડો. આયુષી પાંડેના નેતૃત્વમાં આ મહત્ત્વપૂર્ણ અભ્યાસ 'ઓપન યોસાયન્સિસ' જર્નલમાં પ્રકાશિત થયો છે. આ સંશોધનમાં લેન્ડસેટ અને સેન્ટિનલ–૨ સેટેલાઈટસના માધ્યમથી વર્ષ ૧૯૯૪ થી ૨૦૨૩ સુધીના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અભ્યાસના પરિણામો દર્શાવે છે કે છેલ્લા ત્રણ દાયકામાં આ વિસ્તારમાં ૫૭ નવા હિમનદી સરોવરો બન્યા છે, જેના કારણે અલકનંદા બેસિનમાં સરોવરોની કુલ સંખ્યા વધીને ૧૩૧ થઈ ગઈ છે. આંકડાઓ મુજબ, ૧૯૯૪ થી ૨૦૨૩ વચ્ચે ૨૪ મુખ્ય હિમનદી સરોવરોનું કુલક્ષેત્રફળ ૦.૯૭ ચોરસ કિલોમીટરથી વધીને ૧.૬૨ ચોરસ કિલોમીટર એટલે કે લગભગ ૬૭ ટકા સુધી વધી ગયું છે. આમાં પણ કેટલાક સરોવરોનો વિસ્તાર ખૂબ જ ઝડપી ગતિએ થયો છે; ઉદાહરણ તરીકે, વસુધરા સરોવરના ક્ષેત્રફળમાં ૨૬૧ ટકા અને બલબાલા સરોવરના ક્ષેત્રફળમાં ૧૧૯ ટકાનો ભારે વધારો નોંધાયો છે. સંશોધકોએ કુલ ૨૭ એવા સરોવરોની ઓળખ કરી છે જેઓનું કદ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઝડપથી વધી રહેલા આ સરોવરોમાં એક એવું સરોવર પણ સામેલ છે જે પ્રખ્યાત તીર્થસ્થળ બદ્રીનાથ મંદિરની બરાબર ઉપર આવેલું છે. વૈજ્ઞાનિકોના મતે, જો આ સરોવરો નબળી કુદરતી દીવાલો કે ખડકો તૂટવાને કારણે ફાટે, તો તેનાથી 'જીએલઓએફ'એટલે કે હિમનદી સરોવર ફાટવાથી અચાનક પૂર આવવાની ગંભીર આપત્તિ સર્જાઈ શકે છે.