વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ...અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાનથી ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો

  • May 07, 2025 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં હોટલ, એરપોર્ટ, ફ્લાઈટ, સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અવારનવાર મળે છે. ત્યારે હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પાકિસ્તાનથી મળી છે. પાકિસ્તાનના નામથી ગુજરાત ક્રિકેટ એસોસિએશનને ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 


વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ

આ અંગે સિનિયર આઇપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઇ-મેલ પાકિસ્તાન જેકેના નામનો મળ્યો છે અને એક લાઈનમાં વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ લખ્યું છે. આગામી દિવસમાં આઈપીએલની મેચ યોજાવાની છે અને આ ઇ-મેલને સહેજ પણ સરળતાથી ન લેવાની જગ્યાએ હાલ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ આજે વહેલી સવારે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હાજર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. આ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ધમકી ભર્યો ઇ-મેલ મળતા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application