અમેરિકાની ધરતી પર ફરી ગુજરાતીઓના મોતની ખબર સામે આવી રહી છે. અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં ૩ ગુજરાતી મહિલાઓના મોત થયાની માહિતી સામે આવી રહી છે. યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ત્રણેય મૃતક મહિલાઓ આણદં જિલ્લાની વતની છે. વિગતો મુજબ, મહિલાઓ કારમાં જઈ રહી હતી ત્યારે તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી.
અમેરિકાના સાઉથ કેરોલીનામાં ગ્રીનવિલેમાં કણ અકસ્માત સર્જાયો હતો. જેમાં મૂળ આણદં જિલ્લાની રહેવાસી ૩ મહિલાઓના મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ આણંદના વાસણા ગામની યારે એક મહિલા કાવીઠા ગામની વતની છે. યારે કારમાં સવાર અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
ઓવરસ્પીડના કારણે અકસ્માત થયાનું અનુમાન
સ્થાનિકોના જણાવ્યા મુજબ, મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલીના જઈ રહી હતી. આ દરમિયાન જ તેમની કારને અકસ્માત નડો હતો. પ્રાથમિક અનુમાન મુજબ કાર ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તો મહિલાઓના મોતથી તેમના વતનમાં પણ શોકની લાગણી ફેરાઈ ગઈ છે.
કાર ૨૦ ફૂટ હવામાં ઉછળી
સ્થાનિક પોલીસ મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ૨૦ ફટ સુધી હવામાં ઉછળી હતી અને બ્રિજની બીજી બાજુ આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સ્પીડ કેટલી હતી તેને લઈને પોલીસ હાલમાં તપાસ કરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં પોલીસ કચેરી સામે મોબાઈલમાં વરલી રમતા ઝડપાયો
May 09, 2024 03:09 PM‘ભૈયાજીએ કહ્યું હવે નરસંહાર થશે’, મનોજ બાજપેયીની નવી ફિલ્મનું ટ્રેલર રીલીઝ
May 09, 2024 03:08 PMમોરબીમાં કારે બાઇકને હડફેટે લેતાં ૧૦ વર્ષની બાળકીનું મોત
May 09, 2024 03:02 PMકેશોદના માણેકવાડા નજીક ટેમ્પો પલટી ખાઈ જતા ૯ ઈજાગ્રસ્ત
May 09, 2024 03:00 PMજૂનાગઢમાં સૌી વધુ મત બુથ નંબર ૬૩૮માં, સૌથી ઓછા બુથ નંબર ૧૦૬માં પડયા
May 09, 2024 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech