BREAKING NEWS

એજી ચોકમાં હોટલ સંચાલક પર હુમલો કરી તોડફોડ કરનારા ત્રણ આરોપીઓ ઝડપાયા

  • October 07, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કાલાવડ રોડ પર એજી ચોકમાં આવેલી આશાપુરા હોટલના માલિક પર હુમલો કરી હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રાયોટીંગનો ગુનો નોંધાયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાયોટિંગના આ ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી લઇ યુનિવર્સિટી પોલીસના હવાલે કર્યા હતા.આ ગુનામાં વધુ પાંચ આરોપીઓના નામ ખુલ્યા હોય જેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, ગત શનિવારે એજી ચોકમાં આવેલી આશાપુરા હોટલ રાત્રીના કારમાં ધસી આવેલા શખસોને હોટલ માલિકના પુત્ર રાહુલે ટપારતા તેનો ખાર રાખી ગેરકાયદે મંડળી રચી હુમલો કરી તોડફોડ કરી હતી. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની રાહબરી હેઠળ અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. પીએસઆઇ એ.એન. પરમાર તથા તેમની ટીમ આ અંગે તપાસમાં હતી ત્યારે એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, સંજયભાઈ દાફડા, કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ રામસિંહભાઈ કલોતરાને મળેલી બાતમીના આધારે રાયોટીંગના આ ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.


ઝડપાયેલા આરોપીઓમાં અમન જાકીરભાઇ પરમાર (ઉ.વ 22), કમલેશ રવજીભાઈ ચંદ્રપાલ (ઉ.વ 29) અને કૃણાલ મહેશભાઈ ગોસ્વામી (ઉ.વ 19 રહે.બધા કેવલમ આવાસ યોજના ક્વાર્ટર પુસ્કરધામ મેઇન રોડ,રાજકોટ) નો સમાવેશ થાય છે. પોલીસે આ શખસોની પૂછતાછ કરતા આ હુમલા પ્રકરણમાં અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા. જેમાં ભવાની ચોક કોઠારીયા રોડ પર રહેતો શાહરૂખ અનવર સમા, કેવલમ ક્વોટરમાં રહેતો રિઝવાન ઉર્ફે શાહરૂખ શાહબુદ્દીન બેલીમ અને છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે રહેતો અર્ષદ શાહબુદ્દીન બેલીમ, રિયાઝ બાદશાહ અને એક અજાણ્યો શખસ પણ હુમલામાં સામેલ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી કમલેશ ચંદ્રપાલ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દારૂ, જાહેરનામા ભંગ અને પડધરીમાં દુષ્કર્મ અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application