ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ અને ઓનલાઇન જુગાર રમતા વિદ્યાર્થીને ઝડપી લેવાયો

  • May 09, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં અલગ અલગ સ્થળોએથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ અને ઓનલાઇન જુગાર રમતા એક શખસને ઝડપી લેવામાં આવ્યો હતો. એલસીબી ઝોન-૧,પીસીબી અને સાયબર ક્રાઇમની ટીમે આ કાર્યવાહી કરી હતી.


જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના હેડ કોન્સ જી.પી.ચૌહાણ અને હરદેવસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ભકિતનગર સર્કલ મેઘાણી રંગભવન પાસે મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા રોહિત રમેશભાઈ ડાભી (રહે. યુનિવર્સિટી રોડ સરીતા બિહારના પુલ પાસે મફતીયાપરામાં) ને ઝડપી લઇ મોબાઇલ કબ્જે કર્યો હતો.



જયારે બીજા દરોડામાં ગોંડલ રોડ ચોકડી પાસે એક શખ્સ મોબાઇલ ફોનમાં આઇ.ડી. પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળતા એલ.સી.બી ઝોન-૧ ના એ.એસ.આઇ.એમ. બી. ગોસ્વામી તથા કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇ.ડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વિદ્યાર્થી તુષાર મુકેશભાઇ રાંક (રહે. રામેશ્વર રોયલ પાર્ક કોઠારીયા રીંગ રોડ) ને ઝડપી લઇ મોબાઇલ કબ્જે કર્યો હતો. ત્રીજા દરોડામાં- સાયબરક્રાઇમ પોલીસના એ.એસ.આઇ. વિવેકભાઇ કુછડીયા અને દિગ્વીજયસિંહ ઝાલા સહિતના સ્ટાફે બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સામે આવેલી હોટલ પાસે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી પર જુગાર રમતા આકાશ પ્રદિપભાઇ કાનાણી (ઉ.વ.૨૮) (રહે. કોઠારીયા રોડ સોમનાગ સોસાયટી શેરી નં.૨)ને ઝડપી લીધો હતો.


જુગારના વધુ એક દરોડામાં પીસીબીના હેડ કોન્સ કે.આર. જાડેજા અને કોન્સ.યુવરાજસિંહ રાણા સહિતે શાસ્ત્રી મેદાન પાસે ટેકસી સ્ટેન્ડની સામેથી આશીફ ઉર્ફે આશલો આદમભાઇ રાઉમા (ઉ.વ.૪૨) (રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં.૧) ને મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડી લઇ મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application