BREAKING NEWS

નાનાચારોડીયા ગામેથી જુગાર રમતા ત્રણ ઝડપાયા, અન્ય બે નાસી છૂટ્યા

  • October 13, 2025 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગારિયાધારના નાના ચારોડીયા ગામેથી રોકડ રૂ.૧૦,૨૭૦ નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે  ઝડપી લીધા હતા.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ,ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેય દ્વારા  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તેમજ અધિકારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ, જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
જે સૂચના મુજબ  ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, નાના ચારોડીયા ગામે ભોળાનાથના મંદીર પાસે આવેલ ચોરા પાસે આવેલ ખુલ્લી જાહેર જગ્યામા અમુક શખ્સો  તીનપતીનો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે.જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં લલીતસિંહ બળવંતસિંહ ગોહિલ (ઉ.વ.૪૨), 
જેસંગભાઇ સોમાભાઇ ગોહિલ (ઉ.વ.૫૫) અને કાળુ નારણભાઇ બાબરીયા (ઉ.વ.૬૦)ને ઝડપી લીધા હતા. જ્યારે રેઇડ દરમ્યાન રામદેવસિંહ કેશુભા ગોહિલ તેમજ શાન્તુભા મનુભા ગોહીલ (રહે.તમામ નાના ચારોડીયા તા.ગારીયાધાર જી.ભાવનગર) નાસી છૂટતા ગંજીપતાનાં પાના અને  રોકડ મળી કુલ કિં.રૂ.૧૦,૨૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગારિયાધાર પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવી બન્ને શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.આ કામગીરીમાં પોલીસ ઇન્સ.  એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા અને  શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application