મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા પાસે ફાયરીંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ ઇસમોને ઝડપી લઈને સ્કોર્પીઓ કાર કબજે લીધી છે તેમજ સામાપક્ષે પણ મારામારી અને ફાયરીંગની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં ત્રણ ઈજાગ્રસ્ત સહીત પાંચ આરોપીઓ નામજોગ ને અજાણ્યા માણસો વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી છે ગત તા. ૧૧ના રાત્રીના ટીંબડી પાટિયા પાસે આવેલ બાલાજી હોટેલ પાસે ફાયરીંગનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં ઈજા પામનાર શાહખ ફિરોજ પઠાણ રહે વિસીપરા મોરબી વાળાએ ફરિયાદ લેતા આરોપી સાજીદ જેડા સાથે પંદર વીસ દિવસ અગાઉ માથાકૂટ થયાનું મનદુ:ખ રાખી તમામ આરોપીઓએ ત્રણ કારમાં આવી ફાયરીંગ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ફરિયાદી શાહખ, અલીભાઈ અને સલીમભાઈને ઈજા પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી હતી મોરબી તાલુકા પોલીસે આરોપીઓ નુરમામદ સાઉદીન જેડા (ઉ.વ.૨૪) રહે સેવન સરકાર વાળી શેરી, મદીના સોસાયટી, વિસીપરા મોરબી, આસિફ ઇકબાલ સંધી (ઉ.વ.૨૨) રહે સેવન સરકાર વાળી શેરી કુલીનગર ૧, વિસીપરા મોરબી અને અસરફ ઉર્ફે બચલો સાઉદીન જેડા (ઉ.વ.૩૨) રહે સરદારજીના બંગલા પાસે, રણછોડનગર મોરબી એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ સ્કોર્પીઓ કાર કબજે લીધી છે અન્ય આરોપીઓ સાજીદ સાઉદીન જેડા રહે યમુનાનાગર મોરબી અને સમીર સાઉદીન જેડા રહે ખીરઈ તા. માળિયા એમ બે ઈસમો ફરાર હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે તો સામાપક્ષે પણ ફાયરીંગની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરોપીઓ શાહખ ફિરોજ પઠાણ, આમદ કાસમ કટિયા, વી હિતેશ રાઠોડ, સલીમ ફિરોજ પઠાણ અને અલી કાસમ કટિયા રહે બધા મોરબી વાળાની અટક કરવા પર બાકી હોય આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application