કોડીનાર–વેરાવળ બાયપાસ રોડ પર ટીવીએસ કંપનીના શો–રૂમ નજીકથી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને તેમની પાસેથી સળગાવેલી હાલતમાં રહેલા વીજ લાઇનના સર્વિસ વાયર તથા કેબલ મળી આવ્યા હતાં. કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી. હરિયાણીની સૂચના મુજબ સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરજસિંહ અને રોહિતસિંહને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી વીજ લાઇનના સર્વિસ વાયર–કેબલ સળગાવી કોપર કાઢેલી હાલતના તેમજ કેબલ સાથેના કુલ પાંચ પ્લાસ્ટિકના બાચકા, અંદાજે ૨૨ કિલો વજનના અને રૂા.૧૯,૮૦૦ની કિંમતના મુદ્દામાલ સાથે અરવિંદ નરશીભાઈ પરમાર (ઉં.વ.૨૬, રહે. બરવાળા ગામ, તા. સુત્રાપાડા), મના ભીખાભાઈ પરમાર (ઉં.વ.૪૧, રહે. પ્રાસલી ગામ, તા. સુત્રાપાડા) અને મુકેશ મીઠાભાઈ સોલંકી (ઉં.વ.૨૮, રહે. તાલાળા)ને ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરી છે