લાઠી નજીકત રોડ પરથી પસાર થતા લેલન ટ્રકમાં ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં ઘેટાં બકરા ભરી લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમીના આધારે લાઠી પોલીસે ટ્રકને પકડી પાડી તપાસ કરતા તેમાંથી 141 જેટલા ઘેટાં બકરા મળી આવતા ડ્રાઈવર સહીત ત્રણ શખસોને ઝડપી લઇ ટ્રક સહિત રૂ.27,05000નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરતા ઘેટાં બકરા અમરેલીના ઇમરાન કાલવા નામના શખ્સે ભરી આપ્યા હતા અને સુરતની ઘેટાં-બકરાની બજારમાં પહોંચાડવા માટેનું જણાવતા પોલીસે ચારેય શખસો સામે પશુ પ્રત્યે ક્રુરતા અધિનીયમની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી અમરેલીના ઇમરાન કાલવાની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ લાઠી પોલીસ મથકની 112 જન રક્ષકની ટીમે બાતમીના આધારે જીજે-14-ઝેડ-6981 નંબરનો લેલન ટ્રકને રાધિકા હોટેલ પાસે રોકી તલાસી લેતા તેમાં 126 જેટલા ઘેટાં અને 15 નાના મોટા બકરા હોવાનું જોવા મળતા ટ્ર્કને લાઠી પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. ટ્રક માં સવાર ત્રણ શખસો પાસેથી પશુઓની હેરફેર સહિત અંગેના ડોક્યુમેન્ટ કે પાસ પરમીટ માગતા તે ન હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસ ટ્રક અને પશુઓ સાથે રૂ.27,05000નો મુદામાલ કબ્જે કરી ટ્રક ડ્રાઈવર દિનેશ મગનભાઈ વાળા (રહે-ચીતલ), ગોવાળ તરીકે સાથે રહેલો હુસેન મુસાભાઇ કાલવા (રહે-ચિત્તલ), અને ઘેટાં બકરાના માલીક અરબાઝ મહેબૂબભાઈ કાલવા (રહે-અમરેલી)ને ઝડપી લઇ પુછપરછ કરતા આ ઘેટાં બકરા અમરેલી સોમનાથ મંદિર પાછળ રહેતા ઇમરાન ઇંબ્રાહીમભાઈ કાલવાએ ભરી આપ્યા હતા અને સુરત ઘેટાં બકરા બજારમાં લઈ જવાતા હોવાની કબૂલાત આપતા પોલીસે અમરેલીના ઇમરાન કાલવા સામે ગુનો નોંધી શોધખોળ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application