BREAKING NEWS

ગોંડલ જામવાડી પાસે ટ્રકે પાછળથી ટક્કર મારતાં ત્રણ કાર વચ્ચે અકસ્માત

  • May 20, 2026 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના જામવાડી ગામ નજીક કનૈયા હોટલ પાસે ગઈકાલે બપોરે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ભયાનક ટક્કરને કારણે તેની આગળ જતી ત્રણેય મોંઘીદાટ કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં એક કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ગોંડલ તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રા વિગતો મુજબ, જેતપુરના અમરનગર રોડ પર રહેતા અને વ્યવસાયે શિક્ષક અતુલભાઇ ભીખાભાઇ વાનાણી (ઉ.વ. ૩૯) ગઈકાલે ૧૯ મેના રોજ બપોરે સાડા બારેક વાગ્યે પોતાની આઈ–૧૦ કાર લઈને કોઈ કામસર ગોંડલ જવા નીકળ્યા હતા. બપોરે આશરે બે વાગ્યાની આસપાસ તેઓ જામવાડી ગામથી ગોંડલ તરફ જતા રોડ પર આવેલી કનૈયા હોટલ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી કાળ બનીને આવેલા એક ટ્રકે તેમની કારને અડફેટે લીધી હતી.ટ્રકની સ્પીડ એટલી વધારે હતી કે તેની ટક્કર વાગતાં જ અતુલભાઈની આઈ–૧૦ કાર આગળ જતી આઈ–૨૦ કાર સાથે અથડાઇ હતી. યારે આઈ–૨૦ કાર તેની આગળ ચાલી રહેલી ફોચ્ર્યુનર કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આમ, હાઈવે પર એક સાથે ત્રણ–ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાતાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માત બાદ તમામ ચાલકો ગાડીમાંથી નીચે ઉતરી તપાસ કરતાં અશોક લેલેન ટ્રકનો ચાલક સંપતસિંહ લક્ષમણસિંહ રાવત (રહે. મિયાળા વૈરાગીયા ગામ, તા. દેવગઢ, જી. રાજસમંદ, રાજસ્થાન) હોવાનું ખુલ્યું હતું. ટ્રકચાલકે ગફલતભરી રીતે અને માનવ જિંદગી જોખમાય તે રીતે ટ્રક ચલાવી આ અકસ્માત સજાર્યેા હતો.આ અંગે કારચાલક અતુલભાઈ વાનાણીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોધ્યો છે. આ કારની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજાએ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News